શિક્ષણ એક એવી જ્યોત છે જે ગમે તેવાને હરાવી શકે છે ઊંઝા તાલુકાના સિંહી ગામે ઊંઝા તાલુકા અને શહેર ઠાકોર સમાજ દ્વવારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો. - At This Time

શિક્ષણ એક એવી જ્યોત છે જે ગમે તેવાને હરાવી શકે છે ઊંઝા તાલુકાના સિંહી ગામે ઊંઝા તાલુકા અને શહેર ઠાકોર સમાજ દ્વવારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો.


આજરોજ ઉંઝા તાલુકા શહેર ઠાકોર સમાજ દ્વારા આયોજિત ઈનામ વિતરણ તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ઉંઝા તાલુકા ઠાકોર સમાજ પ્રમુખ ઈશ્રવરજી ઠાકોર, ઉંઝા શહેર ઠાકોર સમાજ પ્રમુખ નટવરજી ઠાકોર, ઉંઝા તાલુકા ઠાકોરસેના પ્રમુખ હસમુખજી ઠાકોર, ઉંઝા તાલુકા ઠાકોર સમાજ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ જવાનજી ઠાકોર, સિધ્ધપુર તાલુકાના ઠાકોર સેના પ્રમુખ ભરતજી, સિધ્ધપુર તાલુકાના શિક્ષણ વિભાગના પ્રમુખ દિનેશજી ઠાકોર,અંતરબેન ઠાકોર,પાટણ સમાજ કલ્યાણ ઓફિસ માં ફરજ બજાવતા મારા ખાસ મિત્ર મહેન્દ્રભાઈ ઠાકોર, ભુણાવ સીટ ડેલીકેટ ભાવનાબેન ઠાકોર,તાલુકાના વિવિધ ગામના સરપંચો,ઉંઝા તાલુકા સમૂહલગ્ન સમિતિ હોદેદારો,વકીલમિત્રો,વિવિધ પંચાયતના સદસ્યો,તથા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મિત્રો,તથા ખૂબ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા,
ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વવારા દીકરા દીકરીઓને ઇનામ આપી સન્માન કરાયું હતું.તેમજ ઠાકોર સમાજના અગ્રણીઓએ ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજમાં કુરિવાજો દૂર થાય તેમજ અંધશ્રદ્ધાઓ માંથી બહાર આવી સમાજમાં શિક્ષણ વધે તેવી પણ ચર્ચાઓ કરી હતી.સમાજમાં જો શિક્ષણ વધશે તો સમાજના દીકરા દીકરીઓને સરકારી નોકરીઓ મળશે અને ધંધા રોજગાર પણ વધશે જે વિષેસ વાતો કરી હતી.
ઠાકોર સમાજની શૈક્ષણિક સંસ્થાઓ ઉભી થાય અને ઠાકોર સમાજના ગરીબ પરિવારના દીકરા દીકરીઓ ત્યા મફત શિક્ષણ મેળવી શકે એવી પણ ચર્ચાઓ કરવામાં આવી હતી


9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.