ચેખલાપગી ગામમાં આવેલા સરકારી વનમાંથી અસંખ્ય લાકડાઓની ચોરી. ગ્રામપંચાયત નિંદ્રાહીન
દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ ખારી નદી બાજુ એક આવેલ સાતવાડિયા સરકારી વનમાં અંડૂહા નામના વૃક્ષનું રાજ્ય સરકાર દ્વારા રોપણ કરવામાં આવ્યું હતું જેમાં ઘણા કેટલાક દિવસોથી ગામના કેટલાક ઈસમો દ્વારા અવારનવાર આ લાકડા કાપી તેનું વેચાણ કરી રહ્યા તેમજ અન્ય લોકો પણ આ સૂકા લાકડા કાપી આ વનને ખાલી કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે આ બાબતે ચેખલાપગી ગ્રામપંચાયત નિંદ્રાહીન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગ્રામ પંચાયત તેમજ ફોરેસ્ટ અધિકારી દ્વારા આ લાકડા ચોરોને પકડવામાં નાકામ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ધોળા દિવસે એક વ્યક્તિ દરરોજ એક લાકડું કાપી જતો રહે છે અને આ બાબતે ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી કરી રહી નથી.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.