ભાભર ખાતે સમાજ સુધારક મહાત્મા જયોતિબા ફૂલેની ૧૯૭મી જન્મ જયંતી ઉજવાઇ
ભાભર ખાતે સમાજ સુધારક મહાત્મા જયોતિબા ફૂલેની ૧૯૭મી જન્મ જયંતી ઉજવાઇ
આજથી બસો વર્ષ પહેલાં સમાજ સુધારાની જ્યોત જગાવનાર માળી સમાજના સમાજ સુધારક, તત્વચિંતક, લેખક, મહાત્મા જયોતિબા ફૂલેની જન્મદિવસની ઉજવણી ભાભર ખાતે ડો. આંબેડકર ભવન ભાભર ખાતે બહોળી સંખ્યાની હાજરીમાં કરવામાં આવી.
ભાભર તાલુકા અનુ્. જાતિ સમાજ આયોજિત પ્રસંગે મહાત્મા જયોતિબા ફૂલેની તસવીરને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સાદર પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યુ.
ડો. પ્રજાપતિ અને અમૃતભાઈ માળીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું. જાણિતા સાહિત્યકાર ધરમસિંહ પરમારે જ્યોતિબા ફલેના જીવન અને કવનની વિગતે સમજણ આપી.
આ પ્રસંગે ભાભર નગરપાલિકાના પ્રમુખ બલુભા રાઠોડ, ઉપપ્રમુખ લીલાજી ભીખાણી, કારોબારી સમિતીના ચેરમેન કનૈયાલાલ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી, તાલુકા ભાજપ પ્રમુખ જીવણગિરી ગૌસ્વામી, ડો. ભીખાભાઈ પ્રજાપતી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રઘુભાઈ પરમાર, ન.પા. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન. ગાંડાભાઈ પરમાર. કોર્પોરેટર હરિભાઈ ગૌસ્વામી, ચિનુભા રાઠોડ, કમલેશ પ્રજાપતિ, બલુભા રાઠોડ, સુરેશભાઈ પરમાર. ડો. રાજેશ મજેઠિયા નારણભાઈ રાઠોડ, રૂની ગામના સરપંચ. ઈશ્વરભાઈ મકવાણા ખારી પાલડી, ફૂલચંદભાઈ સણવા, વાસુભાઈ અબાસણા, સુંદરભાઈ કપરૂપરા, તેમજ સક્રિય કાર્યકર શૈલેષ પ્રિયદર્શી, કેલ્વિન, અન્ય ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન કવિ વિજયભાઈ ચલાદરી તેમજ રઘુભાઈ પરમારે કર્યું.
રિપોર્ટ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.