શીતળાધારમાં રઝિયાબેન દોઢિયાંનો ઝેરી દવા પી આપઘાત - At This Time

શીતળાધારમાં રઝિયાબેન દોઢિયાંનો ઝેરી દવા પી આપઘાત


શહેરનાં કોઠારીયા સોલવન્ટ શીતળાધારમાં રહેતી ત્યક્તાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે મૃતકના પરીવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટ શીતળધારમાં 25 વરિયા ક્વાર્ટરમાં રહેતી રઝિયાબેન ઇબ્રાહીમભાઇ દોઢિયાં (ઉ.વ.44) એ રાત્રીના પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા તાકિદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પરંતુ સારવાર કારગત ન નીવડતા વહેલી સવારે દમ તોડી દીધો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના બે વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા.તેઓને સંતાનમાં એક પુત્ર છે.તેણીએ ક્યાં કારણોસર પગલું ભર્યું તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.