હલેન્ડા ગામમાં લમ્પી વાયરસથી ૧૦ દિ'માં ૫૦ થી વધુ ગાય-બળદના મોત - At This Time

હલેન્ડા ગામમાં લમ્પી વાયરસથી ૧૦ દિ’માં ૫૦ થી વધુ ગાય-બળદના મોત


હલેન્ડા ગામમાં લમ્પી વાયરસથી ૧૦ દિ'માં ૫૦ થી વધુ ગાય-બળદના મોત

આજે સવારથી બપોર સુધીમાં વધુ ૧૪ ગૌવંશના મોતથી અરેરાટી: ખેડૂતોમાં ચિંતા) આટકોટ,: રાજકોટ આટકોટ રોડ ઉપર આવેલા હલેન્ડા ગામે છેલ્લા ૧૦ દિવસથી પશુઓમાં આવેલા લમ્પી વાયરસે ૫૦ થી વધુ ગાયો અને બળદનો ભોગ લીધો છે પાંચ દિવસથી તંત્રને જાણ કરવા છતાં કોઇ સરકારી પશુ ડોકટર દેખાયા નથી ગામના સેવાભાવી યુવાનોએ વિડીયો વાયરલ કરતા અત્યારે બપોરે બે વાગ્યે એક ટીમ હલેન્ડા આવી છે.

રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં ગામનાં સેવાભાવી યુવાન ઉદયભાઇ આહીરના જણાવ્યા મુજબ ૫૦ થી વધુ ગૌવંશ મૃત્યુ પામ્યા છે તેમના જણાવ્યા મુજબ આજે સવારથી બપોર સુધીમાં જ ૧૪ ગૌવંશના મૃત્યુ થયા છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.