સુઇગામ તાલુકામાં બાંધકામ શાખા બની ભષ્ટાચારનો અડ્ડો
સુઇગામ તાલુકામાં બાંધકામ શાખા બની ભષ્ટાચારનો અડ્ડો
અધૂરા કામ અને બિલ પાસ આતો કોની મહેરબાની ?કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતમાં કામ કરતા એસ.ઓ. તાલુકામા કેટલાય કામો મંજુર કરી દે છે,ઉચ્ચસ્તરેથી ઘટતી તપાસ થશે??
સુઇગામ તાલુકા પંચાયત છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચારના કારણે વાગોવાઇ રહી છે, તાલુકાના કેટલાય ગામોમાં અધૂરા અને ઢંગધડા વગરના કામોના બિલો આસાનીથી નીકળી જતા હોઈ સરકારની લાખો રૂપીયાની ગ્રાન્ટનો વેડફાટ થઈ રહ્યો છે, એમાંય કોન્ટ્રાક્ટરો સાથે ઘરોબો રાખી ટકાવારીના જોરે ગમે તેવા કામોના બિલો કાઢનાર બાંધકામ શાખાના એસ.ઓ.ભાટિયા અને કોઈપણ જાતની સ્થળ તપાસ કર્યા વગર આંખો મીંચી કામોના ચેકો કાઢતા ટી.ડી.ઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે, ભ્રષ્ટાચાર નો બોલતો પુરાવો જોઈએ તો સુઇગામ તાલુકાના હરસડ ગામે ગટર લાઈન નું કામ અધૂરું અને બિલો પાસ થયી ગયાની ચર્ચા થઈ રહી છે, આતો સુઇગામ T.D.O ની મહેરબાની કે so ની મહેરબાની .જોવા જઇએ તો સુઇગામ તાલુકાના અનેક એવા કામો છે થોડા સમય પહેલા બનેલી દીવાલો તેમજ પાણી ની ટાંકીઓ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, કેટલીક જગ્યાએ પીવાના પાણીની પરબો બનાવવામાં આવી પણ પાણીના કનેક્શન વગર તૂટી ગઈ
6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.