25, 26 અને 28 ફેબ્રુઆરીએ જૂનાગઢ-રાજકોટ વચ્ચે દોડશે "મહાશિવરાત્રી મેળા" સ્પેશિયલ ટ્રેન - At This Time

25, 26 અને 28 ફેબ્રુઆરીએ જૂનાગઢ-રાજકોટ વચ્ચે દોડશે “મહાશિવરાત્રી મેળા” સ્પેશિયલ ટ્રેન


25, 26 અને 28 ફેબ્રુઆરીએ જૂનાગઢ-રાજકોટ વચ્ચે દોડશે "મહાશિવરાત્રી મેળા" સ્પેશિયલ ટ્રેન

જૂનાગઢમાં આયોજિત "મહાશિવરાત્રી મેળા" દરમિયાન યાત્રિયોના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ યાત્રિયોની સુવિધા માટે 25, 26 અને 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ વિશેષ ભાડા પર "જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
રાજકોટથી જૂનાગઢ જવા વાળી રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 કલાકે ઉપડશે અને બપોરે 13.00 કલાકે જૂનાગઢ પહોંચશે.
તેવી જ રીતે જૂનાગઢથી રાજકોટ જવા વાળી જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 13.40 કલાકે ઉપડશે અને 17.05 કલાકે રાજકોટ પહોંચશે.
ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેન તરીકે દોડશે.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image