સણોસરા ખાતે મોરારિબાપુના વ્યાસાસને યોજાનાર કથા માટે સજાવટ અને સશોભનની કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ દ્વારા તડામાર તૈયારી
સણોસરામાં લોકભારતી ગ્રામ વિધાપીઠના આંગણે રામકથા પ્રસંગે મંગળ સજાવટ સુશોભનનો હાર્દિક ઘમઘમાટ રહ્યો છે મોરારિબાપુના વ્યાસાસને યોજાનાર આ કથા માટે કાર્યકર્તા અને વિધાર્થીઓમાં ભારે ઉમંગ છે ગોહિલવાડના ગૌરવરૂપ લોક ભારતી ગ્રામ વિધાપીઠ દ્વારા સાંપ્રત શિક્ષણ સાથે જીવન જીવવાની કેળવણી કેન્દ્ર સ્થાને છે કળા અને સંસ્કૃતિ પણ સમાંતર જ છે આ સંસ્થામાં આગામી સપ્તાહે યોજાનાર રામકથા પ્રસંગે મંગળ સજાવટ સુશોભનનો હાર્દિક ઘમઘમાટ રહ્યો છે અહી અભ્યાસક્રમ અને વિભાગ વાર કાર્યકર્તાઓના સંકલન સાથે ભાતીગળ કળા સાથે સુશોભન ચિત્રાંકન કાર્ય ચાલી રહ્યું છે મોરારિબાપુના વ્યાસાસને મનોરથી હર્ષાબા ગોહિલ અને લોકભારતી પરિવારના સંકલન સાથે આ કથા પ્રસંગે સંસ્થા પરિસરમાં વિશેષ સુશોભન સજાવટ ચાલી રહી છે લોક ભારતી ગ્રામ વિધાપીઠના વડા અરુણભાઈ દવે સાથે રામચંદ્રભાઈ પંચોળી અને રાજેન્દ્રભાઈ ખીમાણીના માર્ગદર્શન સાથે સંસ્થા પરિસરમાં કાર્યકર્તા અને વિધાર્થીઓ દ્વારા ભારે ભાવ ઉમંગ સાથે કળા પ્રવૃત્તિ અને સુશોભન થઈ રહેલ છે સ્વચ્છતા અને સુશોભન એ અહીંયા કાયમી પ્રક્રિયા પરંતુ આ કથા પ્રસંગે વિશેષ આકર્ષણ ઉમેરણ માટે સંસ્થાના નિયામક હસમુખભાઈ દેવમુરારી તેમજ દરેક વિભાગના વડાઓ લોક ભારતીની સત્વશીલ સજાવટ માટે જહેમતમાં રહ્યા છે લોક ભારતી અધ્યાપન મંદિરના જગદીશગિરિ ગોસાઈનાં સંકલન સાથે સુશોભન પ્રવૃત્તિમાં વિનીતભાઈ સવાણી,સંજયભાઈ પરમાર,રૂપાબેન પટેલ,ભૂપતભાઈ સોલંકી,ગૌરાંગભાઈ વોરા,નીરવભાઈ દવે તેમજ માધવીબેન પંડ્યા સહયોગી બની અહીંની વિવિધ વિદ્યાશાખાના વિધાર્થીઓ દ્વારા સુંદર રંગોળી ચિત્રો સાથે કળા સુશોભન કાર્ય ચાલી રહ્યું છે
રીપોર્ટ નિલેષ ઢીલા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.