સીટી બસ ફરીવાર જીવલેણ બની: સાઇકલ સવાર યુવકને હડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો
શહેરમાં બેફામ પુરપાટ ઝડપે દોડતી સીટી બસ દરરોજ અકસ્માત સર્જી લોકોના જીવ જોખમમાં મુકવાની સાથે નિર્દોષ લોકોનો ભોગ લઇ રહી છે. બેફામ બનેલા સીટી બસના ડ્રાઈવરો ઉપર તંત્રનું અંકુશ જ ન હોય તેમ રોજ એક અકસ્માત સર્જે છે. ત્યારે વધુ એક સીટી બસના ચાલકે સાઈકલ સવાર યુવકનો ભોહગ લીધો છે.
કાલાવડ રોડ પરની કણસાગરા કોલેજ પાસે સાઇકલ લઈને જઈ રહેલા યુવકને સીટી બસના ચાલકે અડફેટે લેતા યુવકનું ગંભીર ઇજા થવાથી ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મૃતક યુવકના પિતાની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, કાલાવડ રોડ ઉપર નંદનવન સોસાયટીમાં શેરી નં-5 માં પરિવાર સાથે રહેતો અને મૂળ રાજસ્થાનનો વતની દુર્ગેશ હેમરાજભાઇ મીણા (ઉ.વ.19)નો યુવક ગઇકાલે સવારે સાઇકલ લઈ જતો હતો.
ત્યા રે કાલાવડ રોડ પર કણસાગરા કોલેજ નજીક પુરપાટ ઝડપે આવેલી સીટી બસના ચાલકે સાઈકલને ઠોકરે લેતા યુવક રોડ પર પટકાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને તાકીદે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાોંત સર્જાયો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુો પામનાર દુર્ગેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. પોતે કેકેવી ચોક પાસેની ઓફિસમાં નોકરી કરતો હતો. પિતા હેમરાજભાઈ હોટલમાં નોકરી કરે છે. બનાવ અંગે મૃતકના પિતા હેમરાજભાઇ નારાયણભાઇ મીણાની ફરિયાદ પરથી સીટી બસ જીજે-03-બીઝેડ-5970ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
