વિસાવદર માર્કેટીંગ યાડૅની ચૂંટણીમા બિનહરીફ થયેલા સામે હાઈકોટૅના શરણે ગયેલાઓ માટે શુભ સમાચાર
યાડૅની ચૂંટણીમા બિનહરીફ થયેલા સામે હાઈકોટૅના શરણે ગયેલાઓ માટે શુભ સમાચારવિસાવદરની યાડૅ ચૂંટણીમા બિનહરીફ જાહેર કરવામાં આવેલ તે પ્રક્રિયાને લઈને જે બે ઉમેદવારોને ગેરલાયક ઠેરવવા આવવામાં આવેલ તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં જે રીટ દાખલ કરી તેની સુનાવણી આગામી દિવસોમાં થવાની છે.ત્યારે સૌની નજર એ તરફ છે કે બિનહરીફ થયેલા સભ્યોને પણ હાજર થવાનું થશે તેઓની નિમણૂક લાયક રહેશે કે ગેરલાયક ઠેરવવામાં આવશે તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.વિનુ હપાણીની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી તે પણ સંશોધનનો વિષય છે કે યાડૅના ચેરમેન તરીકે શું ત્રણ ટમૅ સુધી રહી શકે કે પછી ઉપલા લેવલની રાજકીય પીઠબળ થી સતાને ચીપકી રહેલા આ શખ્સે મંડળીઓના નિયમોને બદલી નાખ્યા છે.વિસાવદ યાડૅની ચૂટણી સમયે જ પોતાના જ પક્ષના એક ચોક્કસ જૂથને અવગણના કરી હાંસિયામાં ધકેલી દીધું હતું.જે અત્યારે લોકસભાની ચૂંટણી સમયે અંદરખાને ફરી સક્રિય થઈ અને પક્ષવિરોધી કામગીરી કરીને પોતાના અપમાનનો બદલો લેવા પડદા પાછળ કામ કરી રહ્યું છે.એક અગ્રણી નેતાના પુત્રે જણાવ્યું કે વિસાવદર યાડૅની ચૂંટણીમા અમને અંધારામાં રાખી બારોબાર વહીવટ કરી લીધેલ છે એટલે કાયદાકીય રીતે હવે લડતમાં તેમની હાર નિશ્ચિત છે.અને ફરી ચૂંટણી થવાની સંભાવનાઓ વધી રહી છે
રિપોર્ટ મુકેશરીબડીયા
હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.