થાનગઢ ના લાખામાસી ગામે રાવ કાળુજીબાપુ ધાધલ પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજાયો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ ગામ લાખામાચી (લાખાખડા) મુકામે સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાધલ પરિવાર મૂળ રાજસ્થાન 1333 ના રોજ લાવ લશ્કર સાથે દ્વારકા દર્શન કરી પરત ફરતા હતા ત્યારે એ સમયે ખાચર ખુમાણ અને વાળા કાઠી દરબારો ને યુદ્ધ માટે કાળુજીબાપુ ત્થા વાડસુર જીબાપુ મદદ કરેલી પછી માંડવ માં યુદ્ધ થયું હતું જેમાં વિજય થયો અને વાડસુરજીબાપુ યુદ્ધમાં કામ આવ્યા હતા તે સ્થળ પર બે પાળિયા છે ધડ અને માથુ અલગ અલગ છે જેમાં નો એક પાળિયો બાંડીયાબેલી ખાતે આવેલ છે ત્યાર પછી કાળુજીબાપુ થાન વાસુકી દાદા ની સ્થાપના કરી અને થાન ની ગાદી વાસુકી દાદા ના નામ કરી અને કાળુજીબાપુ લાખામાચી માં ગાદી ની સ્થાપના કરવામાં આવી તેમજ થાનગઢ માં કાલેશ્વર મહાદેવ મંદિર આવેલ તેમની સ્થાપના કાળુજીબાપુએ કરેલી છે.
તે સ્થળે ઉપર ધાધલ પરિવાર દ્વારા સ્નેહમિલન રાખવાં આવ્યું હતું તે પ્રસંગે શિક્ષણ. સંગઠન એકતા તેમજ પૂર્વજોના મોક્ષ માટે સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું
સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ધાધલ પરિવારનાં આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. ત્યારે મીટિંગમાં એકજ અવાજે ભાગવત્ સપ્તાહ બાબત એક કમિટી બનાવી અને તમામે કમીટીના સભ્યો ને સહમતી આપવામાં આવી અને કારતક માસનાં રોજ ભાગવત્ કથા નું સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેમજ પવિત્ર રણ ભુમિ લાખામાચી ગામે ધાધલ કુળના વડવા કાળુજીબાપુ ને વાસુકી દાદા પ્રસન્ન થયા હતા તે જગ્યા વર્ષો જૂની છે સારાં કાર્યો અને જગ્યા નાં વિકાસ કરવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લાખામાસી યુવા ગ્રુપ. વાસુકી ગ્રુપ તેમજ સુર્ય ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી..
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
