સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો - At This Time

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો


સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો

સમગ્ર ભારત દેશમાં હાલ નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલી પ્રાચીન નગરી દાંતામાં આવેલ સર ભવાનીસિંહ વિદ્યાલયના પ્રાંગણમાં આજરોજ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો NSS તથા સ્ટાફ મિત્રોના સહિયારા પ્રયાસથી ઉત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો અને ભાઈઓ માટે ગરબા રમવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ પ્રકારના ગરબાઓ ની સાથે સાથે દાંતા જેના માટે જાણીતું છે એવા આદિવાસી વિસ્તાર ના વિદ્યાર્થીઓની ખાસ ફરમાઈશ એવા ટીમલી ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. પહેરવેશ, સમય, અલગ અલગ શૈલી જેવી બાબતોને ધ્યાને લઈ બહેનો અને ભાઈઓમાં એક થી ત્રણ નંબર પણ આપવામાં આવ્યા હતા. તમામ 6 વિદ્યાર્થી ભાઈ બહેનોને સર ભવાનીસિંહ વિદ્યાલયના વ્યાયામ શિક્ષકશ્રી રાણાજી હાથીજી પઢિયાર તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું. ધોરણ 10 માં અભ્યાસ કરતી રબારી અસ્મિતાબેન પોતાના સામાજીક વંશપરંપરાગત પોશાકમાં શાળામાં આવી હોવાથી શાળા પરિવાર દ્વારા 101 રૂપિયા રોકડ ઇનામ આપી તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ બાળકોને મહાપ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર સ્ટાફ પણ વિદ્યાર્થીઓ સાથે ગરબે ઘૂમવા જોડાયો હતો. સર ભવાનીસિંહ વિદ્યાલયનું પ્રાંગણ થોડા સમય માટે માં અંબાનો ચાચર ચોક બની ગયો હોય એવું દ્રશ્ય સર્જાયું હતું. છેલ્લે શાળાના ઇન. આચાર્યશ્રી વનરાજભાઈ પરમારે તમામ સ્ટાફ મિત્રોને અને વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.