વિશ્વ જળ દિવસ'' નિમીતે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા રેલીનું આયોજન કરાયું છે - At This Time

વિશ્વ જળ દિવસ” નિમીતે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા રેલીનું આયોજન કરાયું છે


વિશ્વ જળ દિવસ'' નિમીતે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા રેલીનું આયોજન કરાયું છે

રાજકોટ ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનના ભાગ સ્વરૂપે સૌરાષ્ટ્રની અંદર વધારેમાં વધારે પાણી સ્ટોરેજ થાય તેના માટે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ કાર્ય કરી રહયું છે. ૧૧૧૧૧ ચેકડેમો બનાવવાનો સંકલ્પ પણ કરેલો છે.તા.૨૨, માર્ચ, શુક્રવારના રોજ સવારે ૭–૩૦ કલાકે ''વિશ્વ જળ દિવસ'' નિમીતે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં સૌ શહેરીજનોને જોડાવવા ગીરગંગા પરીવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, દિનેશભાઈ પટેલ, જમનભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠકકર, વિરાભાઈ હુંબલ, વસંતભાઈ લીંબાસીયા, કમલનયનભાઈ સોજીત્રા, શીવલાલભાઈ આદ્રોજા, ભરતભાઈ ભુવા, ગોપાલભાઈ બાલધા, પ્રકાશભાઈ કનેરીયા, ભરતભાઈ પરસાણા, નરેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુતપભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શીંગાળા, ભરતભાઈ પીપળીયા, માધુભાઈ પાંભર, મહેન્દ્રભાઈ કાલરીયા, રતીભાઈ ઠુંમર વિગેરેની ટીમ સુંદર સંચાલન કરી રહી છે.
આ અંગેની વિશેષ માહિતી માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા મો. ૯૪૨૭૨ ૦૭૮ ૬૮ તથા દિનેશભાઈ પટેલ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
"પાણીનું એક એક ટીપું કિંમતી છે કારણ કે દરેક ટીપામાં એક જીંદગી છે."

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.