જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીએ આંતકવાદી હુમલાના મૃતકોને શોકાંજલિ પાઠવી - At This Time

જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીએ આંતકવાદી હુમલાના મૃતકોને શોકાંજલિ પાઠવી


જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગત મંગળવારે બપોરે આંતકવાદીઓએ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસી પર અંધાધુધ ફાયરિંગ કરી ૨૭ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા એ પડઘા વિશ્વભરમાં પડ્યાં હતાં. આને લઈ દેશમાં ઠેર ઠેરથી મૃતકોને શ્રદ્ધા સુમન પાઠવાય રહ્યાં છે ત્યારે જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીએ પણ શોકાંજલિ પાઠવી જણાવ્યું હતું કે 2019 પુલવામાં હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આંતકવાદી હુમલો છે. આ હુમલામાં દેશના યુ પી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, ઓડિશા રાજ્યના નિર્દોષ નાગરિકોનો ઝેર ભરેલા આંતકવાદીઓએ ભોગ લીધો તે ક્યારેય માફીને પાત્ર નથી. આ સમયે કેન્દ્ર સરકારે પણ આંતકવાદીનો ખાત્મો બોલાવવા માટે તમામ પગલાં ભર્યા છે ત્યારે મૃતકો માટે દિલથી દિલના ઊંડાણથી શોકાંજલિ પાઠવું છું અને તેમના પરિવારજનોને આ કારમું દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી મારી પ્રાર્થના!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image