હિંમતનગર માં રહેતાં લોકો દ્વારા વાર્ષિક 1.5 કરોડ નો પાણી વેરો ભરવા છતાં ફરિયાદો નોંધાઇ - At This Time

હિંમતનગર માં રહેતાં લોકો દ્વારા વાર્ષિક 1.5 કરોડ નો પાણી વેરો ભરવા છતાં ફરિયાદો નોંધાઇ


હિંમતનગર નગપાલિકા દ્વારા મિલકતવેરા સાથે વસૂલતા વિવિધ વેરા પૈકી વિતેલા વર્ષમાં દોઢ કરોડ જેટલો પાણીવેરો વસૂલાયો છે. આમ છતાં એકવર્ષ માં 778 જેટલી ફરિયાદો જોવા મળી હતી. જ્યારે સ્ટ્રીટ લાઇટ વિભાગે 20,86,000 વેરો વસુલાત કરતા હોવા છતાં 1340 ફરિયાદો સામે આવી હતી. તેના નિરાકરણ છતાં ઘણા ખરા પોકેટમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા ઘંગોટ અંધારું છવાયેલું રહે છે. વધારે મહત્વનું વેરા રૂપે આટલા નાણાં ચૂકવણી આવા છતાં માત્ર બે વિભાગમાં જ બે હજાર જેટલી ફરિયાદો આવવી અચભિત છે.

હિંમતનગર પાલિકા થકી મિલકત વેરામાં દર વર્ષે સરેરાશ 5 ટકાનો વધારો ઝીંકવામાં આવે છે. વિવિધ વેરા પ્રજાજનો પાસે વસૂલ્યા બાદ શહેરવાસીઓ ને પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી નગરપાલિકાની હોય છે. વિતેલા વર્ષમાં પાલિકા દ્વારા જનરલ અને સ્પેશિયલ વિભાગમાં 1.5 કરોડ જેટલો પાણી વેરો વસૂલાયો હતો. વર્ષ દરમિયાન પાણીનો પુરવઠો ન મળવો, લીકેજ, પર્યાપ્ત ફોર્સથી પાણી ન મળવું સહિતની સમસ્યાઓ મામલે 778 જેટલી ફરિયાદો મળવા પામી હતી. જ્યારે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા આપવા માટે 20.86 લાખનો વેરો વસૂલાયો હતો જેમાંથી સૌથી વધુ 1340 ફરિયાદો થઈ હતી અને પાલિકાના દાવા અનુસાર તમામ ફરિયાદોનું નિરાકરણ થઈ ગયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.