માળના મુવાડા ગામે ઘાસના ગોડાઉનથી વાઈલ્ડ લાઈફની ટીમે ક્રોબ્રા સાપનુ સુરક્ષિત રીતે રેસ્ક્યુ - At This Time

માળના મુવાડા ગામે ઘાસના ગોડાઉનથી વાઈલ્ડ લાઈફની ટીમે ક્રોબ્રા સાપનુ સુરક્ષિત રીતે રેસ્ક્યુ


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ઉંદરા ગામ પાસે આવેલા માળના મુવાડા ગામે દિનુભાઈ પટેલના ઘરે આવેલ ઘાસના ગોડાઉનમાં એક સાંપ ઘુસી આવ્યો હતો.જેને લઈને સ્થાનિક લોકોમાં અત્યંત ભયનો માહોલ જોવા મલ્યો હતો.જયારે સ્થનિક રહીશ મિતેશ પટેલ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ મહીસાગર ટીમના હિતેશ પ્રજાપતિને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક હિતેશભાઈ ત્યાં પોહચ્યા હતા અને ઘાસના ગોડાઉનમાં ઘુસી આવેલા અત્યંત ઝેરી પ્રજાતિ ગોડાઉનમાં ઘૂસી ગયેલા કોબ્રા સાપને હિતેશભાઈ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યા પર છોડી મુકવામાં આવ્યો હતો. ત્યારે આવા ઝેરી સાપનું સફળ રેસ્ક્યુ કરી લેતા સ્થાનિક લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ મહીસાગર દ્વારા જિલ્લાના એનક વિસ્તારોમાંથી આ રીતે ઘાયલ થયેલા, કોઈ જગ્યાએ ફસાયેલ પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે. તેમજ સાપ, જાનવરોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સુરક્ષિત જગ્યા પર છોડી દેવામાં આવે છે. ત્યારે આજે વધુ એક ઝહેરીલા સાપને હિતેશ પ્રજાપતિ દ્વારા રહેણાંક વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો.અને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવેલ હતો.

ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.