વાગરા: ગ્રામ પંચાયતના બાકી વેરા ભરવા તાકીદ, રીક્ષા ફેરવી લાઉડસ્પીકરના માધ્યમથી નગરજનોને અપીલ કરાઈ
ચાલુ વર્ષ તેમજ ગત વર્ષનો બાકી પડતો ઘર વેરો, પાણી વેરો,સફાઈ વેરો, લાઈટ વેરો આગામી તારીખ 31/03/2025 પહેલા વાગરા ગ્રામ પંચાયતમાં ભરી જવા વિનંતી કરવામાં આવી છે. વાગરા ગ્રામ પંચાયત દ્વારા નગરમાં રીક્ષા1 ફેરવી લાઉડસ્પીકરના માધ્યમથી નગરજનોને વેરો ભરી જવા વિનંતી કરવામાં આવી છે.
સમયસર વેરા વસૂલાતને અભાવે પંચાયતની સ્વભંડોળની આવકને ફટકો પડી રહ્યો છે. જેને લઇ વિકાસના કામો અવરોધાય તેમ લાગતાં, વાગરા ગ્રામ પંચાયતે વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવા કમર કસી છે. વાગરા ગ્રામ પંચાયતના સરપંચ ડે.સરપંચ તથા તલાટીએ અન્ય સદસ્યો તથા સ્ટાફ સાથે મળી બાકી વેરા વસુલાતનો મહત્તમ લક્ષ્યાંક સિધ્ધ કરવા એકશન પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત બાકીદારોને નોટીસો ફટકારી બાકી વેરો ભરી જવા તાકિદ કરવામાં આવનાર છે. તેમજ રીઢા બાકીદારો કે જેઓને વારંવાર નોટિસો આપી વેરો ભરી જવાની સુચના આપવા છતાં વેરો ભરવામાં આળસ દાખવતા હોય તેવા લોકો વિરૃધ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરવા પંચાયતે મન બનાવી લીધું હોવાની માહિતી સાંપડી રહી છે. આવા રીઢા બાકીદારો વિરૃધ્ધ મિલકત જપ્તી તથા હરાજી જેવી કાર્યવાહી પણ થઇ શકે છે. જોકે તે પેહલા બાકીદારો આળસ ખંખેરી સમયસર વેરો ભરપાઈ કરી શકે તે હેતુસર વાગરા ગ્રામ પંચાયત ઠેર-ઠેર રીક્ષા ફેરવી લાઉડસ્પીકરના માધ્યમથી નગરજનોને બાકી વેરો ભરી જવા અપીલ કરી રહી છે.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
