વિસરાતી વિરાસત સમી અને લુપ્ત થતી કૌટુંબિક ભાવનાને ઉજાગર કરતો વૈદિક સંસ્કૃતિ સાથે નો માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ - At This Time

વિસરાતી વિરાસત સમી અને લુપ્ત થતી કૌટુંબિક ભાવનાને ઉજાગર કરતો વૈદિક સંસ્કૃતિ સાથે નો માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ


તા...7/04/2025

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME NEWS

અંગ્રેજી માધ્યમોની અને ખાસ કરી ને CBSE શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કુટુંબ ભાવના લગભગ નામશેષ થઈ રહી છે, જેમાં માતા-પિતા પ્રત્યેના પૂજનીય ભાવની જે વિરાસત હતી તે આજના જમાનામાં બિલકુલ વિસરાઈ ગયેલ છે કારણકે, અંગ્રેજી માધ્યમની શાળાઓ અને CBSE બોર્ડ સાથે એફીલેટેડ સંસ્થાઓમાં ફક્ત અને ફક્ત કોલેસ્ટીક એરીયામાં જ શાળા પરિસર કામ કરે છે અને બાળકોનું એજયુકેશનલ ઓબ્જેક્ટના રૂપમાં ઘડતર કરવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયમાં બાળક ફેમીલી અને સોસાયટીથી વિમુખ થયેલ છે અને સોશિયલ મીડિયાના અતિરેકમાં કુટુંબ ભાવના અને માતાપિતાના આદરથી દુર ચાલ્યું ગયેલ છે ત્યારે ધવલ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા એક એવો પ્રયાસ કરવામાં આવેલ કે જેમાં કુટુંબ ભાવનાને પ્રજ્વલ્લિત કરી બાળક દ્વારા માતા-પિતા નું પૂજન વૈદિક રીતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની સાંદિપની વિદ્યાનિકેતન-પોરબંદરમાં પ્રશિક્ષિત થયેલ અને ભાઈશ્રીના શિષ્ય આચાર્યશ્રી રાકેશ પાઠક દ્વારા શાળા પરિસરની કુદરતી લોનમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ એક અલૌકિક વાતાવરણમાં સંપન્ન થયેલ. જેમાં ઘણાબધા વાલીઓ અને વિદ્યાર્થીઓ ભાવવિભોર થઈ આંખમાં અશ્રુ સાથે આ ભુલાતી અને વિસરાતી વિરાસતને ઉજાગર કરવા બદલ શાળાના CEO જયવીર ભુવા અને CBSEના બેસ્ટ એવોર્ડ વિનર અભિષેકસર અને શાળા પરિવારના સ્ટાફમિત્રોનો આ કાર્યક્રમ યોજવા બદલ ખરાદિલથી વાલીગણે આભાર માનેલ અને આવા વૈદિક કાર્યક્રમો અને પ્રોગ્રામો આગામી વર્ષે પણ યોજવા માટે વાલીશ્રીઓએ અનુરોધ કરેલ .


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image