સ્વયમ સૈનિક દળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ
14મી એપ્રિલના દિવસે મહા માનવ ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મજયંતિની ઉજવણી સ્વયં સૈનિક દળ દ્વારા કરવામાં આવી હતી. જેમાં વિંછીયા બાયપાસથી પંચશીલ સોસાયટી આટકોટ રોડ સુધી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં 200 જેટલાં બાઈક તથા 30 જેટલી ફોર વ્હીલર સાથે રેલી નીકળી જુનાં બસ સ્ટોપ પાસે બાબાસાહેબના સ્ટેચ્યુને સલામી આપી જય ભીમનો નારો ગુંજી ઉઠયો હતો. બાબાસાહેબના કાર્યને ઉજાગર કરી ભવિષ્યમાં સમાજ તેમાંથી પ્રેરણા લઈ જીવન પ્રસાર કરે તેવો એકતા તથા અનુશાસનનો સંદેશો સમાજ સુધી પહોંચાડાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
