રૂ।.1.86 કરોડનો 46790 વિદેશી દારૂ-બિયર પર બુલડોઝર ફરી વળ્યું - At This Time

રૂ।.1.86 કરોડનો 46790 વિદેશી દારૂ-બિયર પર બુલડોઝર ફરી વળ્યું


છ માસમાં શહેર પોલીસે પકડેલ રૂ।.1.86 કરોડનો 46790 વિદેશી દારૂ-બિયર પર બુલડોઝર ફરી વળ્યું હતું. ડીસીપી સજ્જનસિંહ પરમાર અને તમામ પોલીસ મથકના પીઆઈનો હાજરીમાં સોખડા નજીક કાર્યવાહી કરાઈ હતી.
રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેસથી શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આયાત થયેલ અને પકડાયેલ ઓક્ટોબર 2024 થી ફેબ્રુઆરી 2025 સુધીનો વિદેશી દારૂ કોર્ટ દ્વારા મુદ્દામાલનો નિકાલ કરવાનો હુકમ કરતાં વિદેશી દારૂના જથ્થાનો નિકાલ કરવા માટે શહેર વિસ્તારની સમિતિની રચના કરવામાં આવેલ છે. જે સમિતિના અધ્યક્ષ, સભ્યો તથા સભ્ય સચિવ દ્વારા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનનોનો વ્હેલી સવારે 07 વાગ્યે સાત હનુમાનથી આગળ સોખડા અને નાકરાવાડી ગામ વચ્ચે આવેલ સરકારી ખરાબો વાળી જગ્યાએ મુદ્દામાલના નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં ઝોન-1 માં આવતા ભક્તિનગર, થોરાળા, આજીડેમ, કુવાડવા રોડ, એરપોર્ટ, બી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂના નોંધાયેલ 215 કેસમાં દારૂ-બિયરની 33330 બોટલ રૂ।,1.39,88,770 નો મુદ્દામાલ નાશ કર્યો હતો.
જ્યારે ઝોન-2આ આવતાં પ્ર. નગર, એ. ડિવિઝન, ગાંધીગ્રામ, માલવીયાનગર, તાલુકા, યુની. પોલીસ મથકમાં નોંધાયેલ 177 કેસમાં દારૂ-બિયરની 8118 બોટલ રૂ।.28,84,511 નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ 49 કેસમાં દારૂ-બિયરની 5342 બોટલ રૂ।.17,58,602 નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. જે કામગીરીમાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ના માર્ગદર્શન હેઠળ ડીસીપી સજ્જનસિંહ પરમાર તેમજ એસીપી અને તમામ પોલીસ મથકના પીઆઈની હાજરીમાં કામગીરી કરવામાં આવેલ હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image