દેશમાં કોરોનાના નવા ૨૧,૫૬૬ કેસ ઃ પાંચ મહિનાના સૌથી વધુ કેસ - At This Time

દેશમાં કોરોનાના નવા ૨૧,૫૬૬ કેસ ઃ પાંચ મહિનાના સૌથી વધુ કેસ


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૧ભારતમાં કોરોનાના નવા ૨૧,૫૬૬ કેસ નોંધવામાં આવ્યા છે. જે છેલ્લા ૧૫૨ દિવસના સૌથી
વધારે કેસ છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૮,૨૫,૧૮૫ થઇ ગઇ છે.
બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧,૪૮,૮૮૧ થઇ
ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૫ લોકોનાં મોત થતાં કોરોનાનો કુલ
મૃત્યુઆંક વધીને ૫,૨૫,૮૭૦ થઇ ગયો છે.
છેલ્લા ૨૪ કેસમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૩૨૨૭નો વધારો થયો છે. દૈનિક પોઝિટીવ રેટ
૪.૨૫ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૪.૫૧ ટકા નોંધવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશમાં કોરોના  વેક્સિનના કુલ ૨૦૦.૯૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા
છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધવામાં આવેલા ૪૫ મોત પૈકી ૧૭ મોત કેરળમાં, સાત મોત
મહારાષ્ટ્રમાં, છ પશ્ચિમ
બંગાળમાં, આસામ, બિહાર, રાજસ્થાન અને
ઉત્તરાખંડમાં બે-બે તથા ગોવા,
હરિયાણા, હિમાચલ
પ્રદેશ, ઝારખંડ, મિઝોરમ, સિક્કિમ અને
ઉત્તર પ્રદેશમાં એક-એક મોત નોંધવામાં આવ્યું છે.  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.