"પી.એમ.જે.એ.વાય.-મા" યોજના અંતર્ગત ખારોઈ ખાતે કેમ્પ યોજાયો - At This Time

“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ખારોઈ ખાતે કેમ્પ યોજાયો


"પી.એમ.જે.એ.વાય.-મા" યોજના અંતર્ગત ખારોઈ ગામે કેમ્પ યોજાયો આપ કે દ્વાર-આયુષ્માન મહાઝુંબેશ પણ આરંભવામાં આવી છે. જેમાં મહત્તમ લોકો આયુષ્માન કાર્ડ ના લાભાર્થી થાય તે પ્રકાર ની વ્યવસ્થાપન હાથ ધરાઈ છે. જે માટે રાજ્યની આંગણવાડી વર્કર્સ,આશા બહેનો, પંચાયતી રાજ સંસ્થાઓના પાયાના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. અગાઉ એક કાર્ડ ઉપર એક જ પરિવારને લાભ મળતો હતો પરંતુ હવે પરિવારના દરેકે દરેક સભ્યને પી.એમ.જે.એ.વાય.-મા કાર્ડનો લાભ મળે તે પ્રકારનું સુદ્રઢ આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ના નેતૃત્વ હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગે હાથ ધર્યું છે. જેમાં આરોગ્ય કાર્યકરો મારફતે ડોર-ટુ-ડોર દસ્તક કરી આવકના દાખલા રિન્યુ કરાવવા માટે સૂચનાઓ આપવામાં આવે છે તેમજ , ઠેર-ઠેર અતિદુર્ગમ વિસ્તારના ગામોમાં પણ આયુષ્માન કાર્ડ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે જેમાં ઓપરેટર વિશાલભાઇ સોલંકી અને કપિલભાઇ સાધુ હાજર રહી BIS સોફ્ટવેરમાં મોટા ભાગના પાત્રતા ધરાવતા લોકો ને નવા આયુષ્માન કાર્ડ માટે નોંધણી કરાવી આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.