૧ જુલાઈ નેશનલ ડોક્ટર દિવસ શા માટે ઉજવાય છે? - At This Time

૧ જુલાઈ નેશનલ ડોક્ટર દિવસ શા માટે ઉજવાય છે?


૧ જુલાઈ નેશનલ ડોક્ટર દિવસ શા માટે ઉજવાય છે?

લેખન
આ.સી પ્રો ડો સચિન જે પીઠડીયા
G.E.S class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ

ભારતમાં દર વર્ષે 1 જુલાઇએ, ડોકટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ છે. આ દિવસે લોકોને ડોકટરોના મહત્વ વિશે જાગૃત કરવામાં આવે છે.

નેશનલ ડોક્ટર ડે ક્યારે શરૂ થયો?

ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર ડેની શરૂઆત 1991 માં તત્કાલીન સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ડો. રોયે તમામ વર્ગ અને સમુદાયોની મહિલાઓને આગળ આવવા અને તેમની ટીમે શરૂ કરેલી સેવા સદનમાં તબીબી સારવાર મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના તાલીમ કેન્દ્રથી મહિલાઓને નર્સિંગ અને સામાજિક કાર્ય વિશે શીખવામાં મદદ મળી અને બદલામાં આગળ જ્ઞાનનો ફેલાવો થયો. તેમના મૃત્યુ પછી, જે મકાનમાં તે રહેતા હતા તે તેમની ઇચ્છા મુજબ એક નર્સિંગ હોમમાં ફેરવાઈ ગયું. તેનું નામ તેમની માતા અઘોરકમિની દેવીના નામ પરથી રાખવામાં આવ્યું.

ડોકટર્સ ડેની ઉજવણી માત્ર ડોક્ટર રોયના માન માટે જ નહીં, પણ દરેક ક્ષેત્રના દર્દીઓ પ્રત્યેના તેમના અથાક પ્રયત્નો અને સમર્પણ માટે ઉજવવામાં આવે છે.

બિધાનચંદ્ર રોયના જન્મદિવસને ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવાનું કારણ એ છે કે, તેઓ પોતાની બધી જ કમાણી દાન કરી દેતા હતા. તેઓ લોકો માટે એક રોલ મોડલ છે. આઝાદીના આંદોલન દરમિયાન તેમણે નિસ્વાર્થભાવે ઘણા ઇજાગ્રસ્તોની સારવાર કરી હતી. ડૉક્ટર્સ ડે ઉજવવાનો હેતુ, ડૉક્ટર્સના પ્રત્યે સહાનુભૂતિ રાખીને તેમને સમાજમાં સન્માનિત કરવાનો છે.
બિધાનચંદ્ર રોયના તેમનો જન્મ 1 જુલાઈ 1882 ના રોજ બિહારના પટણા શહેરમાં થયો હતો અને 80 વર્ષ પછી ૧ જુલાઇ ૧૯૬૨ના રોજ આ જ દિવસે મૃત્યુ પામ્યા હતા.
ડોકટર નુ મહત્વ

દુનિયામાં જેમ ખેડૂત અને જવાનની ભૂમિકા મહત્ત્વની છે, તેટલી જ ડૉક્ટરની ભૂમિકા પણ મહત્ત્વની છે. ડૉક્ટર્સ વિના સમાજની કલ્પના કરવી અસંભવ છે. ડૉક્ટરો મહેનત કરીને બીમાર વ્યક્તિને મોતના મુખમાંથી પાછો ખેંચી લાવે છે. ડૉક્ટર્સ આયુર્વેદિક, એલોપેથી, અલગ-અલગ પદ્ધતિઓથી દર્દીને સ્વસ્થ કરવાના પ્રયાસો કરે છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે, ત્યારે દર્દીઓને સ્વસ્થ કરવા માટે ડૉક્ટર્સ તનતોડ મહેનત કરી રહ્યા છે. આપણે ડૉક્ટર્સનું સન્માન જરૂર કરવું જોઈએ.

સમગ્ર વિશ્વમાં ડોકટરોને ખૂબ માન આપવામાં આવે છે. એમાંય ખાસ કરીને ભારતમાં તો તેમને ભગવાનનો દરજજો આ૫વામાં આવે છે. જોકે કોઈ વ્યક્તિની ભગવાન સાથે તો સરખામણી ન થઇ શકે, પરંતુ ડોકટરોએ આ સ્થાન તેમના કાર્યોથી હાસિલ કર્યુ છે. તેમ છતાં જીવન અને મૃત્યુ માણસના નહીં પણ ભગવાનના હાથમાં છે, પરંતુ હવે ઈશ્વરે માણસને ડોકટર બનાવીને જીવન આપવાનો અધિકાર આપ્યો છે.
આપણે આ જીવનદાતાને ડોકટર તરીકે ઓળખીએ છીએ, જે આપણને જન્મ આપે છે, સાથે સાથે આપણને મૃત્યુના સમયે બચાવે છે. આરોગ્ય ક્ષેત્રમાં ડોકટરોએ દિવસે દિવસે પ્રગતિ કરી છે. આજના આઘુનિક યુગમાં કેટલાય અસાઘ્ય રોગોનો ઇલાજ પણ શકય બન્યો. જે, વિજ્ઞાનના ચમત્કારો તથા ડોકટરોના અથાગ ૫રિશ્રમનું જ ફળ છે.

સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.