ભચાઉ ચાર રસ્તા પાસે અકસ્માત મહાકાય ટ્રેલર સર્વિસ રોડથી બ્રિજ નીચે થી પસાર થતી વખતે પલટી ગયું હતું - At This Time

ભચાઉ ચાર રસ્તા પાસે અકસ્માત મહાકાય ટ્રેલર સર્વિસ રોડથી બ્રિજ નીચે થી પસાર થતી વખતે પલટી ગયું હતું


ભચાઉ નવા બસસ્ટેશન નજીક કસ્ટમ ચોક પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો સામખિયાળી બાજુ થી આવી રહેલું એક મહાકાય ટ્રેલર સર્વિસ રોડથી બ્રિજ નીચે થી પસાર થતી વખતે પલટી ગયું હતું. જેમાં ટ્રેલરમાં ભરેલા લોખંડના ભારે પાઇપ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતમાં બ્રિજ નીચે રહેલા રાહદારી ના પગ પાઇપ નીચે દબાઈ જતાં ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો
અકસ્માત સર્જાયો તેની જાણ થતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image