આજે તો તને મારી જ નાખવો છે કહી અતુલ મોટર્સના મેનેજર પર હીંચકારો હુમલો - At This Time

આજે તો તને મારી જ નાખવો છે કહી અતુલ મોટર્સના મેનેજર પર હીંચકારો હુમલો


ટાગોર રોડ પર આવેલ અતુલ મોટર્સ શોરૂમના મેનેજર પર ધસી આવેલા ડ્રાઈવરે અચાનક જ ધમકી આપી હુમલો કરી દેતા મેનેજર લોહીલુહાણ થઈ ગયા હતા. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.
બનાવ અંગે પુષ્કરધામની પાછળ વિમલનગર મેઈન રોડ પર ઓશિયન એન્કલેવ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિનભાઈ ચંપકલાલ ઠકરાર (ઉ.36)એ નોંધવેલ ફરિયાદમાં આરોપી તરીકે લખધીર સોહલાનું નામ આપતા એ ડીવીઝન પોલીસે બીએનએસ એકટ 118, 115(2), 351 સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ ટાગોર રોડ પર આવેલ અતુલ મોટર્સના શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે બપોરના સમયે તેઓ શોરૂમ પર નોકરી પર હતા ત્યારે શોરૂમમાં કોન્ટ્રાકટ પર ડ્રાઈવીંગ કરતો લખધીર સોહલા તેમની ઓફીસે ધસી આવી કહેલ કે આજે તને મારી જ નાંખવો છે તેમ કહી ગાળો આપી તેમણે પહેરેલ કડાનો એક ઘા કપાળના ભાગે અને માથાના ભાગે ઝીંકી દીધા હતા. દરમ્યાન તેમને લોહી નીકળવા લાગતા અને દેકારો થતા શોરૂમનો સ્ટાફ દોડી આવેલ અને આરોપીને બહાર કાઢેલ હતો. બાદમાં તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી હુમલો કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image