લખતરનાં છારદમાં મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલી સીદસરના શખ્સની ધરપકડ કરી
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છારદ ગામે આવેલ શકિત માતાજીના મંદિરમાં થોડા દિવસ પૂર્વે ચોરીની ઘટના બની હતી જેમાં માતાજીને ચઢાવેલ ચાંદીના છત્તર, મુગટ, દાનપેટી સહિત રૂ. 47 હજારની ચોરીની પોલીસ ફરિયાદ થઈ હતી આ બનાવમાં પોલીસે રીઢા તસ્કર એવા દસાડાના સીધસરના શખ્સને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી દીધો છે લખતર તાલુકાના છારદ ગામે શકિત માતાજીનું મંદિર આવેલુ છે આ ગામ મંદીર હોય તેને તાળા મારવામાં આવતા નથી જયારે ગામના સંતરામભાઈ મંદિરમાં પુજારી છે ગત તા. 1-3ના રોજ સવારે સંતરામભાઈ મંદીરે ગયા તો માતાજીને ચઢાવેલ મુગટ, છત્તર અને મંદિરની દાન પેટી હતી નહીં આથી તેઓએ ગામના મનસુખભાઈ અજાભાઈ છારદીયાને આ અંગે વાત કરી હતી જેમાં મંદીરની દાન પેટીમાંથી રૂ. 2 હજાર રોકડા, 25 હજારનું ચાંદીનું મોટુ 30 ગ્રામનું છત્તર, રૂ. 6 હજારનો મુગટ, રૂ. 14 હજારના નાના છત્તર મળી કુલ રૂ. 47 હજારની મતાની ચોરી થયાની જાણ થઈ હતી આ દરમિયાન ગામના રમેશભાઈ કેશાભાઈ નૈત્રાએ આવી જણાવ્યુ કે હું રાત્રે ફળીયામાં સુતો હતો ત્યારે ઓશરીમાં ચાર્જીંગમાં મુકેલ રૂ. 10 હજારની કિંમતનો મોબાઈલ ચોરાયો હતો આ અંગે મનસુખભાઈ છારદીયાએ લખતર પોલીસ મથકે કુલ રૂ. 57 હજારની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ નોંધાતા જ પીઆઈ વાય. પી. પટેલના માર્ગદર્શનથી સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સોની તપાસ ચાલુ કરાઈ હતી જેમાં દસાડાના સીધસર ગામના અને અનેક ચોરીઓમાં સંડોવાયેલા મોહસીનખાન નસીબખાન જતમલેકને કેસરીયા રોડ પર આવેલ કેનાલ પાસેથી ઝડપી લઈ પુછપરછ કરાતા તેણે ચોરીની કબુલાત કરી હતી આરોપી પાસેથી માતાજીના મંદિરના મુગટ, છત્તર અને ચોરીના મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
