શ્રી ડી. એસ. વી. કે. હાઈસ્કૂલ જસદણમાં સ્વાતંત્ર્ય પર્વનો રંગારંગ કાર્યક્રમ ઉજવાયો
જસદણ ની ઐતિહાસિક શાળા ડી.એસ.વી. કે. હાઈસ્કુલમાં ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારતમાતાનું પુજન કર્યા બાદ સ્થાનિક કમિટી નાં સભ્ય ધનજીભાઈ હિરપરા નાં હસ્તે ધ્વજવંદન કરાયુ હતુ. શાળાનાં સુપરવાઝર કેતનભાઈ બગથરીયા દ્વારા મહેમાનોનું સ્વાગત પોતાના શબ્દો દ્વારા કરી અને ત્યાર બાદ શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલા હતા અને સ્થાનિક કમીટી નાં સભ્ય હિરજીભાઈ બાવળીયા દ્વારા સ્વતંત્રતા માટે આપેલા બલીદાનોની વિરગાથા પોતાના વકતવ્ય દ્વારા રજુ કરેલ હતી કાર્યક્રમનું સંચાલન ધોરણ ૧૨ નાં વિધાર્થી યુવરાજ વનરા દ્વારા કરેલ હતુ. સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળાનાં આચાર્ય નયનાબેન ભટ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ની વ્યવસ્થા ગોઠવેલ હતી સમગ્ર કર્યક્રમનું માર્ગદર્શન શાળાના ઇન્ચાર્જ આચાર્ય પ્રકાશભાઈ રામોલિયા દ્વારા આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમ માં શાળા નાં ભૂતપૂર્વ શિક્ષક ચંદુભાઇ ભાલાળા તથા વાલીઓએ હાજરી આપેલ હતી. મહેમાનો નો આભાર પરસોતમભાઈ વાઢીયા એ પોતાનાં વક્તવ્ય દ્વારા રજુ કરેલ હતો. શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
