કેશોદ તાલુકામાં મગફળીનું રેકર્ડ બ્રેક ઉત્પાદન ખેડુતો ખુશ ખુશાલ - At This Time

કેશોદ તાલુકામાં મગફળીનું રેકર્ડ બ્રેક ઉત્પાદન ખેડુતો ખુશ ખુશાલ


પ્રતી વિઘે વીસથી ચાલીસ મણ સુધીનુ ઉત્પાદન સરેરાશ પચ્ચીસ મણના ઉત્પાદનનો અંદાજ

આખા વર્ષ દરમિયાન ચોમાસુ પાક ખેડુતો માટે મહત્ત્વનો પાક ગણાયછે જેમાં વધુ પડતા ખેડુતો મગફળીનું વાવેતર કરેછે હાલના વર્ષે ૮૫૦૦ હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું ત્યાર બાદ વાવણી લાયક વરસાદ થતાં ૩૭૫૦૦ હેકટરમાં મગફળી ૪૭૦૦ હેકટરમાં સોયાબીન ૨૨૦૦ હેકટરમાં તુવેર ૨૦૦ હેકટરમાં દિવેલા ૧૧૫ હેકટરમાં કપાસ સહીતનું કેશોદ તાલુકામાં વાવેતર થયુછે મગફળીમાં કેશોદ તાલુકામાં દર વર્ષે સરેરાશ વીસથી બાવીસ મણનું પ્રતી વિઘે ઉત્પાદન થાયછે જેની સરખામણીમાં હાલના વર્ષે વીસથી ચાલીસ મણ સુધીનુ પ્રતી વિઘે ઉત્પાદન ઉત્પાદન જોવા મળી રહ્યુછે સરેરાશ પચ્ચાસ મણનું પ્રતી વિઘે મગફળીનું ઉત્પાદન થવાની ધારણા હોવાનુ ખેડુતોમાં ચર્ચાઈ રહ્યુંછે હાલમાં વીસ મણના સરકારી ટેકાના ભાવ સાડા પચ્ચીસ હજાર નક્કી કરવામા આવ્યોછે ત્યારે અઠયાવીસ હજાર આજુબાજુના બજાર ભાવ જોવા મળી રહયાછે જેથી ખેડુતો સરકારી ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવાનું ટાળી રહયાછે સરકારી ટેકાના ભાવ કરતા બેથી ત્રણ હજાર રૂપીયાનો પ્રતી વીસ મણ બજાર ભાવ વધુ જોવા મળી રહ્યોછે મગફળીમાં છેલ્લા બે વર્ષથી ચીકનગુનીયા રોગથી મગફળીના ભાવ કપાત થતા ખેડુતોને નુકશાની ભોગવવી પડી રહીછે ચીકનગુનીયા રોગથી મગફળીના ડોડવા તથા મગફળીના દાણા કાળા પડી જતાં ભાવમાં ઘટાડો જોવા મળેછે હાલમાં અઠયાવીસ આજુબાજુના મગફળીના વીસ મણના ભાવ જોવા મળી રહયાછે આગામી ત્રણ ચાર મહીનામાં ત્રીસ હજારથી વધુ મગફળીના ભાવ થવાની સંભાવના પણ સેવાઈ રહીછે ત્યારે મગફળીના ભાવ કેટલો પહોંચચે એ તો આવનારો સમય જ બતાવશે પણ હાલના વર્ષે મગફળીના સારા ઉત્પાદનથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યોછે

હાલના વર્ષે કેશોદ તાલુકામાં ચોમાસામાં છેલ્લા દિવસોમાં મેઘરાજાએ લાંબો વિરામ લેતા પાણીના તળ ઉંડા જવાથી પાણીની ઘટના ડરથી જીરૂનુ મોટાપાયે વાવેતર થાય તેવી શક્યતા સેવાઇ રહીછે સાથે સફેદ ચણાનું વાવેતર કેશોદ તાલુકામાં વધારે થાય તેવો અંદાજ સેવાઈ રહ્યોછે ત્યાર બાદ ધાણા ચણા જુવાર ઘાસચારા સહીતનું વાવેતર થવાની શક્યતા સેવાઇ રહીછે શિયાળામાં વધુ પડતા ઘઉંના થતા વાવેતરમાં હાલના વર્ષે મોટો કાપ મુકાય તેવુ પણ લાગી રહયુછે બહુ ઓછા પ્રમાણમાં ઘઉંનું કેશોદ તાલુકામાં વાવેતર થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહીછે હાલમાં જીરૂ ચણા જુવાર સહીતના વાવેતર થઈ ચુકીછે આગામી દિવસોમાં અન્ય વાવેતર થશે મગફળીના સારા ઉત્પાદન સામે ખેડૂતોને પ્રતી વીસ મણ ત્રીસ હજાર બજાર ભાવ મળે તેવી ખેડુતો આશા સેવી રહ્યાછે ત્યારે મગફળીના ભાવ ક્યા સુધી પહોંચશે તે જોવાનું રહ્યું હાલમાં જરૂરીયાતમંદ ખેડુતો પ્રતી વીસ મણ સીતાવીસથી અઠયાવીસ હજાર સુધીના ભાવમાં મગફળીનું વેચાણ કરી રહયાછે

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.