રાજોકટમાં હાર્ટ-એેટેકના કેસ વધતા નવરાત્રિમાં સાધન-સામગ્રી સાથે ડોક્ટરો સજજ, ખેલૈયાઓને કંઈપણ થતાં તાત્કાલિક સારવાર મળશે - At This Time

રાજોકટમાં હાર્ટ-એેટેકના કેસ વધતા નવરાત્રિમાં સાધન-સામગ્રી સાથે ડોક્ટરો સજજ, ખેલૈયાઓને કંઈપણ થતાં તાત્કાલિક સારવાર મળશે


છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ-એટેકના કિસ્સા વધી રહ્યા છે. હાલ નવરાત્રિ નજીક આવતા ગરબા રમતા યુવાનોના હાર્ટ-એટેકથી મોતના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે નોરતાના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ-એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરાશે. તાજેતરમાં રાજકોટમાં સામે આવેલા બનાવોને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ છે. તેમજ બદલાયેલી લાઇફસ્ટાઇલ હાર્ટ-એટેકના વધતા બનાવો માટે કારણ હોવાની આશંકા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આર. એસ. ત્રિવેદીએ વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.