બાલાસિનોર તાલુકાનારૈયોલી રહેણાંક મકાનમાંથી ૧.૩૦ લાખનો દારૂ ઝડપાયો
મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ દારૂ – જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા મહીસાગર એલસીબી કચેરીથી 23 સપ્ટેમ્બર થી સાત દિવસ સુધી પ્રોહી ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અમિત દેવધા દ્વારા દારૂ – જુગારની પ્રવૃત્તિઓ શોધી કાઢવા ટીમની રચના કરવામાં આવી હતી. ત્યારે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના હદ
વિસ્તારમાં તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં- હતી તે દરમિયાન પીઆઈ અમિત દેવધા ને- ખાનગી બાતમીદાર થી બાતમી મળતા રૈયોલી ગામે રહેતા રણજીત ઉર્ફે ભાણો નારાયણભાઈ- ઝાલાના ઘરેથી ભારતીય બનાવટના વિદેશી- દારૂ ટીન બિયર સહિત ૧૧૩૯ નંગ દારૂનીબોટલો મળી ૧,૩૦,૮૩૩ રૂપિયાનો મુદ્દામાલ 5 ઝડપી પાડયો હતો. તેમજ નાસી ગયેલ રણજીત ઉર્ફે ભાણાને વોન્ટેડ જાહેર કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.