અવસર લોકશાહીનો: નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨ - At This Time

અવસર લોકશાહીનો: નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨


બોટાદ જિલ્લામાં 'અવસર રથ' તા. ૧૮મી નવેમ્બરે આવી પહોંચશે
અને લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરાશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તા. ૧૮મી નવેમ્બર દરમિયાન 'અવસર રથ' આવી પહોંચશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અવસર રથ પાળીયાદ રોડ વિસ્તાર-બોટાદ, સજેલી-વજેલી, સમઢીયાળા-૨, ઝમરાળા, રતનવાવ, રોહીશાળા, નાના ઝીંઝાવદર, ઈશ્વરીયા, લાખણકા, પીપળ-તતાણા અને ઉગામેડી સહિતના વિસ્તારોમાં ભ્રમણ કરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.

બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શ્રી શાહના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબદ્ધ બન્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.