મનપા પારડી રોડ પર બનાવશે ત્રીજું સ્પોર્ટસકોમ્પ્લેક્સ, દક્ષિણ ઝોન માટે નવી ઓફિસ - At This Time

મનપા પારડી રોડ પર બનાવશે ત્રીજું સ્પોર્ટસકોમ્પ્લેક્સ, દક્ષિણ ઝોન માટે નવી ઓફિસ


આજે સ્ટેન્ડિંગની બેઠકમાં બજેટને લગતાં મહત્ત્વના નિર્ણયો લેવાશે

રાજકોટ મહાનગરપલાકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શુક્રવારે બપોરે 12 કલાકે મળશે જેમાં મહત્ત્વના બે પ્રોજેક્ટની દરખાસ્ત મૂકવામાં આવનાર છે.

રાજકોટ શહેરમાં રેસકોર્સ બાદ મવડીમાં પણ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ કમ ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે અને તાજેતરમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજા સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું કામ મનપાએ હાથ પર લીધું છે. વોર્ડ નં.17માં પારડી રોડ પર રણછોડદાસજી કોમ્યુનિટી હોલ પાસે મનપાના અનામત પ્લોટમાં 8100 ચોરસ મીટર જગ્યામાં નવું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવા 28.56 કરોડની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષે રાજકોટ શહેરમાં નવો દક્ષિણ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઝોન માટે નવી ઝોન ઓફિસ મંજૂર થઈ છે. કોઠારિયા વિસ્તારમાં 35.87 કરોડ રૂપિયાના ખર્ચે નવી ઝોન ઓફિસ બનાવવામાં આવશે. 10,000 ચોરસ મીટર જગ્યામાં બનનારી આ ઝોન ઓફિસમાં વોર્ડ નં.15થી 18 એટલે કે ચાર વોર્ડની તમામ કામગીરી કરાશે. ટૂંક સમયમાં જ અલગથી સિટી એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર સહિતનો સ્ટાફ પણ ફાળવાશે. આ ઝોન ઓફિસ બનતા ઈસ્ટ ઝોન ઓફિસ પરથી મોટાભાગનું ભારણ હળવું થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image