હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના આંગડીયા લુંટના ગુન્હાના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ - At This Time

હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના આંગડીયા લુંટના ગુન્હાના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ


હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના આંગડીયા લુંટના ગુન્હાના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેંદ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.ઉદાવત તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ.

તા.૧૬/૦૩/૨૦૨૫ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા અને હિમતનગર મહેતાપુરા પાસે આવતા અ.હે.કો વિક્રમસિંહ રૂમાલસિંહ તથા આ.હે.કો હરપાલસિંહ જશવંતસિંહ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે હિમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૫૬૨૪૦૨૨૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૧૭૦, ૩૪૨,૩૪૭,૩૬૫,૩૯૫,૪૨૭,૧૨૦ (બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી મેહુલસિંહ સ/ઓ જશુભા લક્ષ્મણસિંહ ડાભી ઉવ.૨૫ રહે.પેથાપુર મોટીશેરી તા.જી.ગાંધીનગર વાળો જે હાલ હિંમતનગર મહેતાપુરા જકાતનાકા પાસે ઉભો છે.જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જતા સદરી ઇસમ ઉભો હોય જેને કોર્ડન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આમ આંગડીયા લુંટને અંજામ આપી નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ પ્રસંશનીય કામગીરી કરેલ છે.

કામગીરી કરનાર અધીકારી કર્મચારી

(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સપેક્ટર

(૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રૂમાલસિંહ

(૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ

(૪) અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ

(૫) આ.પો.કો.હરપાલસિંહ જશવંતસિંહ

(૬) અ.પો.કો હિતેષકુમાર રમણભાઇ

(૭) અ.પો.કો ધરમવિરસિંહ દીલીપસિંહ

(૮) અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ

(૯) આ.પો.કો કિર્તિરાજસિંહ કિરીટસિંહ

(આર.ટી.ઉદાવત) પોલીસ ઇન્સપેક્ટર હિંમતનગર.બી ડીવી.પો.સ્ટે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image