તલોદના રોઝડ ખાતેથીમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનોકાર્યક્ર્મ યોજાયો
વિકાસ યાત્રાના રથનું રોઝડ, બડોદરા અને સીમલીયા ખાતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.
*******
વિવિધ યોજનાના લાભાર્થીઓને મંત્રીશ્રી અને મહાનુભવોના હસ્તે લાભ વિતરણ કરાયા
************
સાબરકાંઠા જિલ્લાના તલોદના રોઝડ ખાતેથી અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો કાર્યક્ર્મ યોજાયો હતો. ગ્રામજનો દ્રારા રથનું સ્વાગત ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રી પરમારે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં કે જ્યારે આપણા ગામમાં કંઈ કામ કરવું હોય તો કોઈ દાતા શોધવો પડતો હતો સમયના બદલાવની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના શાસાનકાળમાં વિકાસના કામો કરવા માટે પૈસાની કોઇ અછત નથી એમ જણાવી તેમણે વીસ વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રા આજે વટવૃક્ષ બની ફુલી ફાલી રહી છે એમ કહી તેમણે રાજય સરકાર દ્વારા જિલ્લામાં કરવામાં આવેલા વિકાસકાર્યોની વિગત આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક
વિકાસકાર્યોની વિગત આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક યોજના અમલમાં મુકી સર્વાંગી વિકાસનો નવો અભિગમ અપનાવ્યો છે એમ જણાવી તેમણે રાજય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે માહિતી આપી હતી. ઉપરાંત રાજય સરકારના શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોની ભારોભાર સરાહના કરી હતી.
આ કાર્યક્ર્મમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભ વિતરણ કરાયા હતા. આ સાથે મંત્રીશ્રી દ્રારા રોઝડ પ્રાથમિક શાળામાં શેડનુ લોકાર્પણ કરવામાં આવ્યું સાથે આરોગ્ય કેંદ્રમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રોઝડ, બડોદરા અને સીમલીયા ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામની આંગણવાડીઓની સફાઇ તેમજ વાનગી સ્પર્ધા, યોગ, પ્રભાત ફેરી કરવામાં આવી હતી. સાથે સરકારની યોજનાકીય માહિતી અને રાજ્ય અને જિલ્લાના વિકાસ અંગેની ફિલ્મ આ રથ દ્રારા પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતિ રેખાબા ઝાલા,
જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તલોદ તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રીઓ તેમજ લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
0000000000
પોશીના તાલુકામાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતાએ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ
****
સંવેદનશીલ સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી માનવજીવન શૈલી હળવી બનાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.