આર.ટી.ઓ કચેરી દ્વારા વાહનોના નંબરની ઓનલાઇન હરાજી : મનપસંદ નંબર મેળવવાની અમૂલ્ય તક - At This Time

આર.ટી.ઓ કચેરી દ્વારા વાહનોના નંબરની ઓનલાઇન હરાજી : મનપસંદ નંબર મેળવવાની અમૂલ્ય તક


સાબરકાંઠાની આર.ટી.ઓ.માં ફોર વ્હિલર નોન ટ્રાન્સપોર્ટ નવી સીરીઝ GJ09BL(4w)માં રહેલ નંબરોની ઓનલાઇન ઇ - ઓક્શન  પ્રક્રિયા આગામી ૧૨ ઑક્ટોમ્બર ૨૦૨૨ના રોજ શરૂ કરવામાં આવશે.

સરકારના મોટર વાહન ખાતાના તા.૧૨ ઓક્ટોબર ૨૦૧૭ના પરિપત્ર મુજબ હવે અગાઉ મેન્યુઅલ ચાલતી ઓક્શન પ્રક્રિયાને બંધ કરી સરળ, નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયાનું અમલીકરણ કરવાનું થયું છે.જેના ભાગરૂપે  સાબરકાંઠાની આર.ટી.ઓ માં ફોર વ્હીલર નવી સીરીઝ GJ09BL(4w)માં બાકી રહેલ સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના  નંબરો માટે ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયા ૧૨ ઑક્ટોમ્બર ૨૦૨૨ના રોજ શરૂ કરવામાં આવશે.

પસંદગી નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોને તા.૧૨ ઑક્ટોમ્બર ૨૦૨૨ ૪.૦૦ PM થી ૧૪ ઑક્ટોમ્બર ૨૦૨૨ 3.૫૯.૫૯ PM સુધીમાં પાયાની રકમ ઓનલાઈન ભરી ઓનલાઈન અરજી કરવાની રહેશે.તા.૧૪ ઑક્ટોમ્બર ૨૦૨૨ ૪.૦૦ PM થી તા. ૧૬ ઑક્ટોમ્બર  ૪.૦૦ PM સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ઓનલાઈન બિડિંગમાં ભાગ લેવાનો રહેશે.આ બિડિંગ પ્રક્રિયામાં અરજદારે પસંદ કરેલ નંબર માટે રૂ.૧૦૦૦/- ના ગુણાંકમાં બિડાણ કરવાની રહેશે.તા.૧૬ ઑક્ટોમ્બર ૨૦૨૨ ના રોજ ઓનલાઈન હરાજીમાં સફળ થયેલ ઉમેદવારને ઓનલાઇન નંબર ફાળવી દેવામાં આવશે. એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અહેવાલ આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.