વિસાવદરમાં રામજી મંડળ ગરબી મંડળ આજે પણ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ - At This Time

વિસાવદરમાં રામજી મંડળ ગરબી મંડળ આજે પણ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ


વિસાવદરમાં રામજી મંડળ ગરબી મંડળ આજે પણ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ

કુમ કુમ ના પગલાં પાડ્યા.. માડીના હેત જર્યા..જોવા લોક ટોળે વળ્યાં રે...માડી તારા આવવાના એધાણા થયા..રાસ ગરબાની રમઝટ સાથે અનેરો ઉત્સવ

વિસાવદર તા.વિસાવદર શહેરની સૌથી જૂની અને જાણીતી ગરબી એટલે ગામની રામજી મંદિરની ગરબી હાલ નવરૂપ રંગ સાથે નવ નોરતાના પંદર દિવસ અગાવથી આ ગરબીના સંચાલકો દ્વારા તૈયારી કરવામાં આવે છે અને સૌથી જૂની ગરબી હોય તેથી આ ગરબી જોવા માટે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો રાત્રીના ઘર પરિવાર સાથે આ ગરબી જોવા આવે છે આ ગરીબીમાં વર્ષોથી સંચાલકો કાલ ક્રમે બદલતા રહે છે અને નવા નવા કાર્યકરો માતાજીના આ સેવા કાર્યોમાં જોડાતા રહે છે અહીં આજની તારીખે પણ અતિ પ્રાચીન અને અર્વાચીન ગરબાની ઉપર બહેનો સુંદર મજાના સંગીતના તાલે ગરબા લ્યે છે આ ગરબીની ખાસ વિશેષતા એ છે કે ખૂબ જ નાની મોટી કુવારીકાઓ માતાજીના ગરબા લેતી સાક્ષાત જગદંબા સમાન દીકરીઓ જાણે કે માતાજીના બાળ સ્વરૂપ હોય તે રીતે ગરબા લ્યે છે અને આ બાળાઓનો રાસ જોવા લોકો ઉમટી પડે છે. આ ગરબી વર્ષોથી અહીં થાય છે વિસાવદરમાં અનેક ગરબીઓ બંધ થાય છે અને ફરી નવા સંચાલકો આવતા ફરી ચાલુ કરાય છે ત્યારે વિસાવદરમાં રામ મંદિર ચોક તરીકે ઓળખાતા રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં રોડ ઉપર આ ગરબી થાય છે. આ ગરબીમાં દાતાઓ તરફથી આપવામાં આવતી લાણી દરરોજ બાળાઓને આપવામાં આવે છે ઉપરાંત ગરબીમાં નાત જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીની દીકરીને રાખવામાં આવે છે પછી તે ગમે તે વિસ્તારની હોય હાલ પણ આ ગરબીમાં ગ્રૂપ એ અને ગ્રૂપ બી ની દીકરીઓ રાસ ગરબામાં રમી રહેલ છે આ ગરબીમાં વ્યક્તિ કે સંસ્થાને કોઈપણ પ્રકારનું ઇનામ આપવું હોય તો સંચાલકો પાસે નોંધાવી શકે છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon