હળવદના શક્તિનગર ગામની સીમમાં ટ્રકમાંથી લોખંડ ચોરી કરતા બે ઈસમો ઝડપાયા બે ફરાર
હળવદ તાલુકાના શકિતનગર ગામની સિમમાંથી ટ્રકમાંથી લોખંડની ચોરી કરતા બે ઇસમને કિ.રૂા.૩૫,૯૦,૦૪૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકા પોલીસ હળવદ હાઇવે રોડ પર પેટ્રોલીંગમાં કરતી હોય ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે શકિતનગર ગામની સિમમાં કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે રોડ ઉપર લોખંડ ચોરી થતી હોય જે અંગે રેઇડ કરી લોખંડ કિ.રૂા.૩૫,૯૦,૦૪૦/- ના મુદામાલ સાથે બે ઇસમો વિપુલભાઇ કાળુભાઇ પરમાર રહે, શક્તિનગર ગામેવ તા-હળવદ તથા રાવતારામ સેરારામ બાના રહે-કેકડ તા-સેડવા જી-બાડમેર (રાજસ્થાન)વાળાને પકડી પાડી પુછપર કરતા અન્ય બે શખ્સો નામ ખુલતા આરોપી દિલીપભાઇ ઘનશ્યામભાઈ ભાટીયા રહે-શક્તિનગર તા-હળવદ તથા પ્રભુરામ હેમતારામ નહેરા રહે-બીસરણીયા જી-બાડમેર રાજસ્થાનવાળા વિરુધ્ધમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.