*ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યોજાનાર બીઝનેસ સમિટ ના અનુક્રમે હિંમતનગર સર્કિટ હાઉસમાં સાબરકાંઠા જિલ્લાના બ્રહ્મ સમાજ ની મીટીંગ મળી*
*ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યોજાનાર બીઝનેસ સમિટ ના અનુક્રમે હિંમતનગર સર્કિટ હાઉસમાં સાબરકાંઠા જિલ્લાના બ્રહ્મ સમાજ ની મીટીંગ મળી*
*રીપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*
સમસ્ત બ્રહ્મ સમાજ સાબરકાંઠાની કારોબારી મિટિંગ.
સાબરકાંઠાની તારીખ 21/ 2/ 25 ના રોજ હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે મીટીંગ મળી હતી. આ મિટિંગમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4 ના પ્રચાર પ્રસાર માટે યોજાયેલ જિલ્લા કારોબારીમાં માં સમસ્ત ગુજરાત રાજ્ય કક્ષાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ, મુખ્ય કન્વીનર શ્રી યજ્ઞેશભાઇ દવે, મહામંત્રી શ્રી ગીરીશભાઈ ત્રિવેદી, મુખ્ય સંગઠક શ્રી અતુલભાઇ દીક્ષિત, પ્રવક્તા શ્રી દિનેશભાઈ રાવલ, જિલ્લા મહામંત્રી શ્રી ચેતનભાઇ જોશી તથા અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઇ મહેતા અને એમની ટીમ હાજર રહી હતી. જેમાં જિલ્લા પ્રમુખ શ્રી મનોજભાઈ પુરોહિત દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. આ સાથે સાબરકાંઠા જિલ્લાની નગરપાલિકામાં નવનિયુક્ત થયેલ મેયર શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, શહેર પ્રમુખ શ્રી કુલદીપભાઈ પાઠક, તથા કોર્પોરેટર શ્રીમતિ અનિતાબેન પંડ્યા, લીનાબેન વ્યાસ, સુમિતભાઈ રાવલ, ભારતીબેન વ્યાસ, તમામનું સન્માન આવેલ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું. આ મિટિંગમાં ઉપસ્થિત મુખ્ય કન્વીનર યજ્ઞેશભાઈ દવે દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ- 4 બાબતે જણાવેલ કે બ્રાહ્મણો માટે અગાઉ ત્રણ બિઝનેસ સમિટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આ ચોથી બિઝનેસ સમિટ થવા જઈ રહી છે. જે તમામ ઉદ્યોગકારો માટે અને સમાજ માટે ખૂબ જ ફળદાય બની રહેશે. રાજ્ય પ્રમુખ ભરતભાઈ રાવલે આ સમિટની વિશેષતાઓ વિશે જણાવ્યું કે આમ બ્રાહ્મણ ઉદ્યોગકારોના 300 સ્ટોલ સાથે આ બિઝનેસ સમિટ થવા જઈ રહી છે. જેમાં યુવાનોને રોજગાર લક્ષી તથા યુવક યુવતીઓનો પરિચય મેળો પણ રાખવામાં આવેલ છે. મુખ્ય સંગઠક શ્રી અતુલભાઇ દીક્ષીતના જણાવ્યા મુજબ આ ત્રિ દિવસીય બિઝનેસ સમિટમાં આવનાર દરેક મુલાકાતઓ માટે ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. અને દરેક જ્ઞાતિબંધુને આનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતે મંત્રીશ્રી રિશીરાજ ભાઈ ભટ્ટના દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. મુખ્ય સંગઠક શ્રી અતુલભાઈ દીક્ષિતઍ સમાજના ઉધ્યોગ સાહસિકોને વિવિધ વ્યવસાય કરવા અને ઉધ્યોગોના વિકાસ કેવી રીતે સફળ બનાવી શકાય તે માટે યોગ્ય માર્ગદર્શન અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ના આશય સાથે માર્ચ-૨૦૨૫ના તા.૧૫,૧૬,૧૭ના દિવસે મેગા બ્રાહ્મણ બીઝનેસ સમિટનું અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાનાર છે આ અગાઉ પણ આવા મેગા બ્રાહ્મણ બીઝનેસ સમિટ આયોજન થઇ ચુક્યા છે તેમાં સફળ રહ્યા હતા. સાથે સાથે બ્રાહ્મણ સમાજના તમામ લોકો ની સરકાર શ્રી સામે લાગણી અને માંગણી છે કે આગામી સમયમાં આરાધ્ય દેવ ભગવાન પરશુરામ દાદાની વિશાળ પ્રતિમા ગુજરાતમાં બનાવી તેની સ્થાપના કરવાનું લક્ષ્ય છે તેમાં અમૂલ્ય સહકાર આપવા વિનંતી કરે છે. આ ઉપરાંત સમાજના લગ્ન વાંચ્છુક યુવાન -યુવતીઓ માટે વિના મૂલ્યે (કોઈપણ ખર્ચ વિના) રોજગાર બ્રહ્મ જીવનસાથી મેળો સંમેલન યોજાશે તેમાં યુવતીઓના માતા પિતા બ્રાહ્મણ ની દીકરી બ્રાહ્મણ માં રહે તેવા શુભ આશયથી વિશેષ મહત્વ આપી આ કાર્ય ને તેઓ દ્વારા સફળ બને તેવા આશયથી યોજવામાં આવનાર છે. તદ્ઉપરાંત બ્રહ્મસમાજ ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિવિધ ક્ષેત્રે કોઈપણ પક્ષના હોય તેવા પ્રતિભાશાળી બ્રહ્મ રત્નોનું ઉપસ્થિત બ્રહ્મસમાજ ના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું .
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
