હિંમતનગરમાં ર્ડા.શ્યામાપ્રસાદ મુખરજીના બલીદાન દિવસ નિમિત્તે પૂણ્ય સ્મરણ કાર્યક્રમ યોજાયો
હિંમતનગરમાં
ર્ડા.શ્યામાપ્રસાદ મુખરજીના બલીદાન દિવસ નિમિત્તે
પૂણ્ય સ્મરણ કાર્યક્રમ યોજાયો
શ્યામાપ્રસાદ મુખરજીએ દેશવિરોધી તત્વો સામે લડત આપી ઃ પ્રશાંત કોરાટ
હિંમતનગર ઃ જનસંઘના સ્થાપક ર્ડા.શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિન નિમીત્તે સાબરકાંઠા ભાજપ દ્વારા ર્ડા.શ્યામાપ્રસાદ મુખરજીના જીવનવૃતાંત નો કાર્યક્રમ શહેરના ટાઉન હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ યુવા મોરર્ચાના પ્રમુખ પ્રશાંત કોરાટે ર્ડા.શ્યામાપ્રસાદ મુખરજીને શ્રધ્ધાંજલી પાઠવી જણાવેલ કે, તેમના વિચારો તેમજ છેવાડાના માનવીને કેવી રીતે બેઠો કરવો તેમજ દેશ વિરોધી તાકાતોનો સામનો કરી દેશ માટે કયારેય સમજાેતો કર્યો ન હતો. તેમણે કરેલ કાર્યોને યાદ કરી પૂર્વની સરકારોએ દેશ વિરોધી પ્રવૃત્તિને સમર્થન કરેલ તેવા લોકોને આજે પણ આપણે ભુલતા નથી તેમ જણાવેલ શ્યામાપ્રસાદ મુખરજીના આદર્શ વિચારોના કારણે દેશની કેન્દ્રની અને આપણી રાજય સરકારો કામ કરી રહી છે. ભાજપ જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલે જણાવેલ કે, યુવાનોએ શ્યામાપ્રસાદજી ના જીવનની પ્રેરણા લેવી જાેઈએ. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આપણે તેમના બલીદાનને યાદ કરી શ્રધ્ધાંજલી પાઠવીએ છીએ આ પ્રસંગે જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ સ્વાગત પ્રવચન કરેલ, આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુવરબા, જિલ્લા સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, રેખાબેન ચૌધરી, સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, પૂર્વ ધારાસભ્ય અશ્વીનભાઈ કોટવાલ, હિરેનભાઈ ગોર, નીલાબેન પટેલ, પ્રજ્ઞાબેન પટેલ, તખતસિહ હડિયોલ, મુકેશભાઈ સોલંકી, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, પાલિકા ઉપપ્રમુખ અમૃતભાઈ પુરોહિત, શહેર મહામંત્રી બંટીભાઈ મહેતા, જયેશ પટેલ, કાજલબેન દેશી, હંસાબેન પિત્રોડા, અનિરુધ્ધભાઈ સોરઠીયા, તેમજ જિલ્લામાં અપેક્ષિત કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે યુવા મોરચાના કાર્યકરોએ રક્તદાન કરેલ.
રીપોટર જવાહર વણઝારા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.