“SBI, RBO-2 નિલમબાગ ભાવનગર દ્વારા સાતપડા પ્રા શાળા મા રૂ ૨.૫૦ લાખની સાધન સહાય
"SBI, RBO-2 નિલમબાગ ભાવનગર દ્વારા સાતપડા પ્રા શાળા મા રૂ ૨.૫૦ લાખની સાધન સહાય
ગારિયાધાર તલુકાના અંતરિયાળ ગામ સાતપડા ની પ્રાથમિક શાળામા રુપિયા ૨.૫૦ લાખ ના ખર્ચે વિદ્યાર્થીઓને શહેરની સુસજ્જ શાળાની જેમ તાલીમ મળી રહે એ હેતુથી,સ્માર્ટ ટીવી,કબાટ,ટેબલ,ખુરશી પંખાઓ,વગેરે સાધનો સહાય રૂપે અર્પણ કરવામાં આવેલ આ છેવાડાની શાળાના બાળકોના ભણતર તેમજ શહેર કક્ષાની સગવડ મળે તે માટે ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ શાળા માટે ભલામણ કરેલ દુર દરાજ ની છેવાડાના ગામની પ્રાથમિક શાળાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તેમજ તાલીમ માટે સાતપડા શાળાના આચાર્ય નાગજીભાઇ એલ પરમાર તથા સાતપડા શાળા સ્ટાફ એ મહેનત કરેલ, તેમજ SBI, RBO-2 નિલમબાગ ભાવનગરથી ચીફ મેનેજર અક્ષય કુમાર, મેનેજર (મા સં એવમ પ્રશાસન) ભાવિક, SBI ગારિયાધાર ના બ્રાચ મેનેજર રામાયણ ઠાકુર દ્વારા સાતપડાના જ કેળવણીકાર યશવંત ત્રિવેદીજી સરપંચ શ્રી સાતપડા ગ્રા ૫. SMC સાતપડા પ્રમુખ તેમજ સભ્યો.સાતપડાના ઉત્સાહિ સહયોગી ગ્રામજનો તેમજ શાળા સ્ટાફ તેમજ બાળકોની હાજરીમા અર્પણવિધિ કરવામાં આવેલ SBI, RBO-2 નિલમબાગ ભાવનગરની આવી સમાજોપયોગી સેવા પ્રવૃત્તિને સર્વે ઉપસ્થિત દ્વારા વખાણવામાં આવેલ તેમજ હમેશા SBI સાથે જોડાયેલ રહેવા ખાતરી આપેલ
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.