અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી દ્રારા ધંધુકા તાલુકા ની આકસમિક મુલાકાત - At This Time

અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી દ્રારા ધંધુકા તાલુકા ની આકસમિક મુલાકાત


અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી દ્રારા ધંધુકા તાલુકા ની આકસમિક મુલાકાત.

અમદાવાદ જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્રારા ઘંઘુકા તાલુકા પંચાયત કચેરી ની મુલાકાત લાવામાં આવી હતી જેમા તાલુકા પંચાયત કચેરીમાં ચાલતી કલ્યાણકારી યોજનાઓનો રીવ્યુ કરવામાં આવ્યો તથા આ યોજના ના લક્ષાંક કેમ પુર્ણ થાય એ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ ત્યારબાદ ધંધુકા તાલુકા ને વાગડ ગામે આવેલ પ્રાથમીક આરોગ્યકેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની આરોગ્ય લક્ષી યોજનાઓ ની કામગીરી ને લઈને ત્યાના સ્થાનિક ડોક્ટર તથા સ્ટાફ સાથે સમીક્ષા કરવામાં આવી હતી

છેલ્લે વાગડ ગામની પ્રાથમીક શાળા ની મુલાકાત લીઘી જેમાં પ્રાથમીક શાળા ના વર્ગખંડમાં જઈને વિદ્યાર્થિઓ જોડે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ. જેમાં શાળા સ્માર્ટ ક્લાસ ની મુલાકાતમાં કલાસના વિદ્યાર્થીઓ ને ટેકનોલજીના સવાલ પૂછ્યા શાળા ના વિદ્યાર્થી દ્વારા સ્માર્ટ બોર્ડ ને ઓપરેટ કરાવવામાં આવ્યું. શાળાના આચાર્ય સુભાષ પ્રજાપતિ સાથે વહીવટી વાતો કરી, શાળાનું શિક્ષણ કાર્ય ની સાથે મધ્યાહન ભોજન ની માહિતી મેળવી. શાળાની કાર્ય પદ્ધતિ જોઈ શાળા આચાર્ય અને સ્ટાફ ને સારા કાર્ય ના અભિનંદન આપ્યા. અને વિદાય લીધી હતી

આ સમગ્ર મુલાકાત દરમ્યાન ધંધુકા ના તાલુકા વિકાસ અધિકારી એચ.એફ. ભુવાત્રા સાથે રહ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.