હળવદના લીલાપુર, રાયસંગપુર, ઢવાણા સુંદરી ભવાની અને રણમલપુરથી બોગસ ડૉકટર પકડાયા
હળવદ પોલીસ દ્વારા બોગસ ડોક્ટરોને પકડી પાડવાની કાર્યવાહીની મળતી વિગતો અનુસાર હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી કુલ પાંચ બોગસ ડોક્ટરોને પકડી લેવામાં આવ્યા છે, હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસના નેતૃત્વમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં પાંચ બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા હતા, આ ડોક્ટરો સરકાર માન્ય મેડિકલ ડિગ્રી વિના પ્રાઇવેટ કલીનીક ચલાવી રહ્યા હતા અને એલોપેથી દવાઓ દ્વારા દર્દીઓને ગેરકાયદેસર રીતે સારવાર આપી રહ્યા હતા. જે બોગસ તબીબ આરોપી ૧)સંદિપભાઇ મનુભાઇ પટેલ રહે. રુકમણી સોસાયટી, સરા રોડ, હળવદ (દવાખાનું લીલાપર ગામ ખાતે), ૨)વાસુદેવભાઇ કાંતીભાઇ પટેલ રહે.સુંદરભવાની તા.હળવદ મુળરહે. બેચરાજી જી.મહેસાણા(દવાખાનું સુંદરીભવાની ખાતે), ૩)પરીમલભાઇ ધિરેનભાઇ બાલા રહે.રણમલપુર તા.હળવદ મુળરહે.અશોકનગર તા.બિલાસપુર જી.રામપુર(યુ.પી.) (દવાખાનું રણમલપુર ગામ ખાતે), ૪)પંચાનન ખુદીરામ ઘરામી રહે. રાયસંગપુર ગામ, તા.હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની તા.જી.પીલીભીતી (યુ.પી.) (દવાખાનું રાયસંગપુર ગામ ખાતે), ૫)અનુજ ખુદીરામ ઘરામી રહે. ઢવાણા તા.હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની, તા.જી.પીલીભીતી (યુ.પી.) (દવાખાનું ઢવાણા ગામ ખાતે)ની ધરપકડ કરી અલગ અલગ કંપનીની ટેબ્લેટ તથા તબીબી સાધન સામગ્રી મળી કુલ કિ.રૂા.૫૧,૫૬૭/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લાના હળવદ પોલીસ દ્વારા પકડાયેલ તમામ આરોપી બોગસ ડોક્ટરો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવી અને આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.