પશ્ચિમ રેલ્વે અમદાવાદ જિલ્લાના રેલ્વે પોલીસ દ્વારા “તેરા તુજકો અપર્ણ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલ્વે અમદાવાદ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં રીકવર કરવામાં આવેલ કુલ કી.રૂ ૩૩,૭૪,૮૯૪/- નો મુદામાલ "તેરા તુજકો અપર્ણ" કાર્યક્રમ અંતગર્ત પોલીસ અધીક્ષક શ્રી,પશ્ચિમ રેલવે, અમદાવાદ નાઓ દ્રારા ફરીયાદીઓ ને આજ રોજ તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ રૂબરૂમાં પરત સોપવામાં આવેલ,
તા.૧૯,૦૨,૨૦૨૪ ના રોજ સોપવામાં આવેલ કુલ મુદામાલ તા.૦૧.૦૧.૨૦૨૩ થી તા.૧૦. ૦૨.૨૦૨૪ સુધી મુળ માલીકોને પરત આપવામાં આવેલ,
સુશ્રી.પરીક્ષિતા રાઠોડ, ઈ.ચા.અધિક પોલીસ મહાનિદેશક શ્રી, (રેલ્વેઝ) ગુજરાત રાજ્ય, અમદાવાદ તથા બલરામ મીણા,પોલીસ અધિક્ષકશ્રી,પશ્ચિમ રેલ્વે,અમદાવાદનાઓ એ પશ્ચિમ રેલ્વે અમદાવાદ જિલ્લામાં નોંધાયેલ ગુનાઓનો મુદામાલ ફરીયાદીઓ ને પરત આપવા સારૂ આપેલ સુચના મુજબ આઇ.એમ.કોઢીયા,વિભાગીય પોલીસ અધિકારી શ્રી, પ.રે.અમદાવાદ તથા જે.એચ.ગઢવી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.,પ.રે.અમદાવાદ તથા એચ.કે. શ્રીમાલી, પોલીસ ઇન્સ્પેકટર,અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશનનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલ મુદામાલ પૈકી રોકડા, કિમંતી દાગીનાઓ, મોબાઇલ ફોન,વાહનો વિગેરે મુદામાલ બાબતે તેમના માલીક/અરજદારોને નામદાર કોર્ટના હુકમ મેળવવા,અભિપ્રાય આપવા,આરોપીઓ તરફથી આપવામાં આવતી મંજૂરી મેળવવા મદદ કરી તેઓને પોતાનો મુદામાલ સોપવા માટેની કાર્યવાહીમાં પોલીસ દ્વારા સામે ચાલીને સહકાર તથા સંકલન રાખી કાર્યવાહી કરવા
સારૂ પશ્ચિમ રેલ્વે, અમદાવાદ જિલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓ સાથે સંકલન કરી સને-૨૦૨૩- ૨૦૨૪ના વર્ષમાં નોધાયેલ ગુનાઓ પૈકી જુદા જુદા રેલ્વે પોલીસ સ્ટેશનના શોધાયેલ ગુનાઓનો મુદામાલ નામદાર કોર્ટમાંથી પરત મેળવવાની કામગીરી સલગ્ન પોલીસ સ્ટેશનના થાણા અમલદારશ્રીઓ મારફતે કરી/કરાવી નામદાર કોર્ટમાંથી મુદામાલ પરત મેળવવાના હુકમો મેળવી કુલ ૩૦૪ ગુનાઓ નો કુલ કી.રૂ.૩૩,૭૪,૮૯૪/- નો મુદામાલ આજ તા.૧૯. ૦૨.૨૦૨૪ ના રોજ "તેરા તુજકો અપર્ણ" કાર્યક્રમ અંતગર્ત સુશ્રી.પરીક્ષિતા રાઠોડ તથા બલરામ મીના નાઓના હસ્તે ફરીયાદીશ્રીઓ ને રૂબરૂમાં બોલાવી તેઓને તેમનો મુદામાલ પરત સોપવાની કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવી હતી .
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.