ગર્ભ પરીક્ષણના ગોરખ ધંધાનો પર્દાફાશ કરતી રાજકોટ SOG પોલીસ
પંદર હજાર થી પચ્ચીસ હજાર સુધીમાં થતી ડીલ ડન 25 દિવસની
મેહનત બાદ SOG ને મળી સફળતા
આરોપી મહિલા અગાઉ પણ આવા ગુન્હાના કામે પોલીસ ચોપડે ચડી ચૂકી છે. રાજકોટ SOG ના હેડ કોન્ટેબલ જયદિપસિંહ ચૌહાણ અને અનોપસિંહ ઝાલાને અંદાજે 15-20 દિવસ પહેલા એક બાતમી મળે છે કે,સરોજબેન ડોડીયા નામની મહિલા 20-25 હજાર લઈને ગેર કાયદેસરગર્ભ પરીક્ષણ કરાવે છે.બાતમી મળતા જ SOGની ટીમ એક્શનમાં આવે છે અને ડમી ગ્રાહક તરીકે પ્ર.નગર પોલીસમાં ફરજ મહિલા કોન્સ્ટેબલ મિતલબેન ગોહિલ તથા મોનાબેન બુસાનાઓને તૈયાર કર્યા હતા. ત્યાર બાદ નક્કી કરેલા સમયે ગેર કાયદેસર પરિક્ષણ શરૂ થાય છે અને રેડ કરી સ્પે.ઓપરેશન ગ્રુપ આ ગોરખ ધંધાનો પર્દાફાશ કરે છે.
આ કામગીરીમાં SOG PI એસ એમ જાડેજા, PSI એસ બી ધાસુરા, ASI રાજેશભાઈ બાળા,વીરેન્દ્રસિંહ ઝાલા, PHC જયદિપસિંહ ચૌહાણ,સિદ્ધરાજસિંહ જાડેજા,અરુણભાઈ બાંભણિયા,PC અનોપસિંહ ઝાલા,યોગરાજસિંહ ગોહિલ, રવિરાજભાઈ ધગલ મહિલા કોન્સ્ટેબલ મીનાબેન બુસા તથા મિતલબેન ગોહિલ સહિતનાઓ જોડાયા હતા.
રિપોર્ટ.: પ્રકાશ ગેડીયા
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
