હેડલાઇન:* યુપીએલ કંપનીમાંથી ઝેરી ગેસ લીક ​​થતા પાદરીયા ગ્રામજનો પરેશાન - At This Time

હેડલાઇન:* યુપીએલ કંપનીમાંથી ઝેરી ગેસ લીક ​​થતા પાદરીયા ગ્રામજનો પરેશાન


*સબહેડલાઈન:* રહેવાસીઓને આંખમાં બળતરા, શરીરમાં ધ્રુજારી આવે છે; કંપનીના અધિકારીઓ બિનજવાબદાર

ભરૂચ જિલ્લા મા ખુબ મોટી GIDC આવેલ છે દહેજ GIDC મા કડોદરા ગામ નજીક UPL-12 કંપનીમાંથી તારીખ 4/11/2024 ના રોજ રાત્રી ના સમયે વિનાશક ગેસ લીક ​​થવાથી પાદરિયા ગામના રહેવાસીઓ ભયભીત થઈ ગયા હતા, ઝેરી ગેસના અહેવાલોથી આંખમાં તીવ્ર બળતરા અને શરીરના બાહ્ય અંગો ચચરવા લાગ્યા હતા તેમ પાદરિયા ગામ ના લોકો જણાવી રહ્યા છે. પાદરીયા ગામ ના લોકો મદદ માટે ભયાવહ વિનંતીઓ હોવા છતાં, UPL-12 કંપનીના અધિકારીઓ પ્રતિભાવ આપતા નથી.પાદરીયા ગામના લોકો જણાવી રહ્યા છે કે "અમે અમારા ઘરની બહાર પગ પણ મુકી શકતા નથી. ગેસ અમને ગૂંગળાવી રહ્યો છે.અમારા બાળકો પીડાઈ રહ્યા છે પાદરીયા ગામ ના લોકો UPL-12 કંપની ના ગેટ પર જઈ ને કંપની ના સત્તા અધિકારીઓ યુનિટી હેડ દિપક ગધ તેમજ HR ના હેડ જગદીશ પતનાકર તેમજ નીરવ ભાવસાર ને ટેલિફોનિક વાત કરતા નીરવ ભાવસાર દ્વારા પાદરીયા ગામના લોકો ને જણાવ્યુ હતું કે તમે ચહેરા ઉપર પાણી મારો બધું સારુ થઈ જશે ત્યારે ગામ લોકો જણાવી રહ્યા છે કે આ કયા કેમિકલ નો ગેસ છે અને ચહેરા પર પાણી મરતા કોઈ આડઅસર થશે તો જવાબદાર કોણ ત્યારે નીરવ ભાવસાર સાહેબે જણાવ્યુ કે હું જવાબદારી લવછું આ નીરવ ભાવસાર સાહેબ ને આવી ઓથોરિટી કોને આપી તે એક પ્રશ્ન છે અને ચિંતા નો વિષય છે.અને UPL-12 કંપની ના HR હેડ જગદીશ પતનાકર સાહેબ દ્વારા ગામ લોકો ને કોઈ જવાબ આપ્યો નથી અને ગામ ના કોઈ પણ વ્યક્તિ નો કે ગામ આગેવાનો નો આવા સમયે આ જગદીશ પતનાકર સાહેબ કોલ રિસીવ કરતા નથી તેમ પાદરિયા ગામના લોકો જણાવી રહ્યા છે. વધુ મા પાદરિયા ગામના લોકો જણાવી રહ્યા છે કે આ જગદીશ સાહેબ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા છે એમ અમને પાદરીયા ગામના લોકો ને લાગી રહ્યું છે ભોપાલ જેવી દુર્ઘટના ની રાહ જોતા હોઈ તેમ લાગી રહ્યું છે.યુપીએલ કંપનીનું મૌન બહેરાશભર્યું છે. તેમની જવાબદારી ક્યાં છે?
પાદરીયા ગામ ના લોકો આ ઝેરી ગેસ ગરતરથી આંખોમાં બરતરા અને શ્વસન સમસ્યાઓ
ઓથી પીડાતા જોઈને જાગૃત નાગરિક દ્વારા ભરૂચ કલેક્ટર ઇમર્જન્સી નંબર પર કોલ કરીને આ બાબત ની જાન કરવામાં આવી હતી. હવે. જોવું એ રહ્યું કે કલેક્ટર ઇમર્જન્સી નંબર પર કોલ કર્યા પછી સરકારી સત્તા અધિકારી ઓ દ્વારા UPL-12 કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.