માળીયા હાટીના માં વિશ્વયોગ દિવસની ઉજવણી ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી - At This Time

માળીયા હાટીના માં વિશ્વયોગ દિવસની ઉજવણી ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી


સમગ્ર વિશ્વમાં ૨૧ મી જૂનના દિવસે વિશ્વયોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .ભારત સરકારશ્રી તથા રાજય સરકારશ્રી દ્વારા “માનવતા માટે યોગા' ના થીમ સાથે તા.૨૧ જુનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે. જે અનુસંધાને માળીયા હાટીના તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ ખાતે રાખવામાં આવેલ હતી

આ વિશ્વયોગ દિવસ ની ઉજવણી ની શરૂઆત વહીવટી વિભાગ ના અધિકારી દ્વારા દીપ પ્રાગટય થી યોગ દિવસ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ,ત્યાર બાદ માળીયા હાટીના મામલતદાર ગોહેલ નું પુષ્પ ગુચ્છથી ગિરનાર સ્કૂલ ના શિક્ષક પાંધી દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ જીલ્લા ખેતી વાડી અધિકારી ગૌરવ દવે નું સન્માન ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ ના પ્રિન્સીપાલ અશોક સીંદે ના વરદ હસ્તે પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ ટ્રેનર કિરણબેન કારીયા અને ટ્રેનર વંદના બેન સીસોદીયા દ્વારા યોગ કરી યોગવિશે માહિતી આપવામાં આવી હતી

ત્યાર બાદ વહીવટી વિભાગ દ્વારા ટ્રેનર કિરણબેન કારીયા અને ટ્રેનર વંદના બેન સીસોદીયા નું પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું

વહીવટી વિભાગે અને ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ દ્વારા યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થીત તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, નાયબ મામલતદાર જોશી, તાલુકા હેલ્થ ઓફીસર ડો.આભબેન
જીલ્લા ભાજપ મહિલા મોરચો ઉપ પ્રમુખ સોનલબેન ગૌસ્વામી, તાલુકા મહિલા ભાજપ મહામંત્રી ભાવિષા બેન શેઠ, સહિત મહાનુભાવો તેમજ મોટીસંખ્યામાં લોકો એભાગ લીધો હતો આ યોગ દિવસની ઉજવણી માં ભાગ લેનાર તમામ નો ખરા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી યોગ દિવસ કાર્યક્રમ ને સમાપન કરવામાં આવ્યો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

📷 કેમેરામેન ભાવિન ઠકરાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.