દશાડા શંખેશ્વર રોડ વડગામ નજીક હાઇવે પરથી વિદેશી દારુનો જથ્થા સહિત કાર ઝડપાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1b8v7gpulfjzlwdn/" left="-10"]

દશાડા શંખેશ્વર રોડ વડગામ નજીક હાઇવે પરથી વિદેશી દારુનો જથ્થા સહિત કાર ઝડપાઈ.


વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 468 કિ.રૂ.1,13,100 તથા આઈ ટ્વેન્ટી ગાડી કિ.રૂ.5,00,000 તથા મોબાઇલ ફોન નંગ 2 કિ.રૂ.10,000 એમ કુલ મળીને કિ.રૂ.6,23,100 ના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા.

સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ શ્રી એમ ડી ચૌધરી જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે અમદાવાદ કચ્છ હાઇવે તથા સમી, શંખેશ્વર, દસાડા, પાટડી હાઈવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી અલગ-અલગ વાહનો મારફતે કવરીંગ સાથે વિદેશી દારૂના જથ્થાની અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં હેરાફેરી થતી હોય જેથી આવા વાહનો ચેક કરી ફળદાયક હકીકત મેળવી પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપતા એલસીબી ટીમ દ્વારા દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોક્કસ બાતમી આધારે એક સફેદ કલરની i20 sportz મોડલની હોન્ડાઈ કંપનીની ગાડી જેનો રજી.જી જે 01 આર એક્સ 0216 વાળીમા ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરી દસાડા તાલુકાના દસાડા, શંખેશ્વર રોડ વડગામ ત્રણ રસ્તાથી પાનવા તરફ નિકળનાર છે તેવી બાતમી આધારે એલસીબી ટીમ દ્વારા પી એસ આઇ વી આર જાડેજા, એએસઆઈ ઋતુરાજસિંહ,પો.હે.કો. કુલદીપસિંહ, અનિરુધ્ધસિંહ, દિલીપભાઈ સમગ્ર ટીમ દ્વારા વોચ તપાસ કરી હકીકત વાળી આઈ ટ્વેન્ટી ગાડી નીકળતા તેને જરૂરી આડસ કરાવી રોકાવી ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 468 કિ.રૂ.1,13,100 તથા આઈ ટ્વેન્ટી ગાડી કિ.રૂ.5,00,000 તથા મોબાઇલ ફોન નંગ 2 કિ.રૂ.10,000 એમ કુલ મળીને રૂ.6,23,100 ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા રેડ દરમિયાન આરોપી જ્ઞાનપ્રકાશ પપારામ કવા બીસ્નોઈ ઉ.28 તા.લુણી જી. જોધપુર રાજ્ય રાજસ્થાન, મનોહરલાલ બાબુલાલ બાદુ બીસ્નોઈ ઉ.23 તા.સરણાઉ જી.ઝાલોર રાજ્ય રાજસ્થાન વાળાઓને પકડી પાડી મજકુર આરોપીઓની પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો આરોપી સુરેશભાઈ બીસ્નોઈ વાળાએ ભરાવી આપી આરોપી નંબર 4 બાબુ સોની રહે અમદાવાદ વાળાના માણસ કે ત્યાં પહોંચતા કરવાનો હતો તેમ જણાવતા જેથી આ કામના આરોપીઓ એ ભેગા મળી પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં વેચાણ કટીંગ અર્થે મોકલાવી ગુનો કરેલ હોય તેમજ તપાસમાં ખૂલે તે તમામ ઇસમો સામે પ્રોહી ધારા મુજબ દસાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

AT THIS TIME NEWS
UMESHBHAI BAVALIYA SURENDRANAGAR


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]