દામનગર BAPS સંસ્થા ના વરિષ્ઠ સંતો ની નિશ્રા માં દિવ્ય શાકોત્સવ યોજાયો “શુદ્ધ ધી ના ચિરા જેમ વ્યસન મુક્તિ ની શીખ યુવાનો ના ગળે ઉતારતા” સ્વામી શ્રી અધ્યાત્મ સ્વરૂપદાસજી
દામનગર BAPS સંસ્થા ના વરિષ્ઠ સંતો ની નિશ્રા માં દિવ્ય શાકોત્સવ યોજાયો
"શુદ્ધ ધી ના ચિરા જેમ વ્યસન મુક્તિ ની શીખ યુવાનો ના ગળે ઉતારતા" સ્વામી શ્રી અધ્યાત્મ સ્વરૂપદાસજી
દામનગર શહેર માં BAPS સંસ્થા દ્વારા આયોજિત વરિષ્ઠ સંતો ના સાનિધ્ય માં દિવ્ય શાકોત્સવ યોજાયો દામનગર પટેલ વાડી ખાતે ગઢડા સ્વામી નારાયણ મંદિર થી BAPS ના સંસ્થા વરિષ્ઠ સંતો પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્મસ્વરૂપદાસજી સ્વામી શ્રી ભગવત કીર્તનદાસજી સ્વામી શ્રી અંનતરાજદાસજી સ્વામી શ્રી પૂર્ણકૌશલ્યદાસજી ના શ્રી મુખે દિવ્ય સતસંગ ટાંચણી પડે તો પણ અવાજ આવે તેવી નીરવ શાંતિ વચ્ચે માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે હજારો સતસંગી ઓની ઉપસ્થિતિ માં યોજાયેલ દિવ્ય શાકોત્સવ યોજાયો હતો જીવન માં સતસંગ નું બેલેન્સ આત્યંયત જરૂરી શાકોત્સવ નું આવો સુંદર સ્વાદ કેમ ? પ્રમાણસર મસાલા હોય તો રસોઈ નો સ્વાદ મળી શકે તેમ બધા સાથે હળીભળી ને રહો સયુંકત કુટુંબ ભાવના સામાજિક સંવાદિતા નો હદયસ્પર્શી સદેશ આપતા સ્વામી શ્રી અધ્યાત્મ સ્વરૂપદાસ ની ટકોર ઘર પરિવાર પારિવારિક સબંધ વહેવારો સમયોચિત કાર્ય કરો સમય ની કદર કરો સોશ્યલ મીડિયા નું વળગણ છોડવા સોશ્યલ મીડિયા નો પણ ઉપવાસ કરી શકાય એટલે કે એક બે કલાક સપ્તાહ માં એક દિવસ ત્યાગ કરો સયુંકત કુટુંબ ભાવના નો સદેશ દિવસ માં એક ટાઈમ તો પરિવાર સાથે ભોજન કરો જ વડીલો ના સાનિધ્ય માં માત્ર ૩૦ મિનિટ તો ગાળો જ એ હરતી ફરતી યુનિવર્સીટી છે આદર્શ સાધુ સંતો ના ઉપદેશ નું આચરણ દિવસ દરમ્યાન ૧૫ મિનિટ થી લઈ ૩૦ સુધી સદશાસ્ત્ર નું વાંચન કરો જેવી અનેક માર્મિક ટોકર કરતા વરિષ્ઠ સંતો ની દિવ્ય વાણી કલાકો સુધી સ્થિર પ્રજ્ઞ બની સાંભળતા સતસંગી ભાઈ બહેનો દામનગર શહેરી વિસ્તાર સહિત આસપાસ ના ૨૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારો ના સત્સંગી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય શાકોત્સવ યોજાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
