પોરબંદર છાયા નગરપાલિકા ના વોર્ડ ૨,ના કાઉન્સિલરે પોરબંદરમાં વધારે આધાર સેન્ટરો શરુ કરવા કલેકટર ને કરી રજુઆત
અરજદારોને નામ સુધારો કરવા, આધાર અપડેટ કરવા, રેશનકાર્ડ લિંક કરવા હાડમારી નિવારવા મહેન્દ્રસિંહ ચાવડાની રજુઆત
પોરબંદર છાયા નગરપાલિકા વોર્ડ નંબર-૨ના કાઉન્સિલર મહેન્દ્રસિંહ ઉદયસિંહ ચાવડાએ પોરબંદર જિલ્લા કલેકટરને પત્ર પાઠવી આધાર કાર્ડ અને રેશનકાર્ડ KYC કરવાની કામગીરીમાં અરજદારોને પારાવાર હાલાકી ગોઠવવી પડતી હોવાથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા પોરબંદરમાં વધારે આધાર કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે.
પોરબંદર નગરપાલિકાના વોર્ડ નંબર-૨ ના કાઉન્સિલર મહેન્દ્રસિંહ ઉદયસિંહ ચાવડા જિલ્લા કલેક્ટર પત્ર દ્વારા જણાવેલ છે કે અત્યારે પોરબંદર જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાં આધાર કાર્ડ અને રેશનકાર્ડ લિંક કરવાની કામગીરી ચાલુ છે. પરંતુ પોરબંદરમાં અત્યારે આધારના સેન્ટરોમાં ઘણી વખત સર્વર ડાઉન હોય જેના કારણે કામગીરી ઠપ થઈ જાય છે. અને આધાર અપડેટ કરવાની તેમજ રેશનકાર્ડ લિંક કરવામાં અરજદારોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા અત્યારે ચાલતી આ કામગીરીમાં દરેક નાગરિકોના આધારમાં મોબાઈલ નંબર રજીસ્ટર હોવા જરૂરી છે. જેમાં ઘણા નાગરિકોના મોબાઈલ નંબર રજીસ્ટર ના હોવાને લીધે આધાર રેશનકાર્ડ સાથે કેવાયસી થતી નથી.
પોરબંદર છાયા ના સુધરાઈ સભ્ય મહેન્દ્રસિંહ ચાવડાએ પોરબંદર કલેક્ટરને વધુમાં જણાવવાનું કે હાલમાં વિદ્યાર્થીઓના સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે પણ કેવાયસી ફરજીયાત હોય અને નામ સુધારણા તેમજ નાના મોટા સુધારા કરવા માટે જેમાં આધાર અપડેટ કરવા, આધારમાં નંબર બદલવા, કે રેશનકાર્ડમાં કેવાયસી નું કામ કરવા હવે તારો પોતાના કામ કરતા મૂકીને આવી કામગીરી કરવા માટે પોરબંદરમાં ખુબજ લાંબી લાઈનો હોય જેમના હિસાબે આધાર સેન્ટરોમાં ખુબ જ ભીડ જોવા મળી રહી છે. અને નાગરિકો હેરાન થાય છે.
વિશેષ પોરબંદર છાયા નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કાઉન્સિલરે લખેલ કે અમને મળેલા માહિતી મુજબ દરેક ગ્રામ પંચાયતમાં આધાર કાર્ડની કીટ ઉપલબ્ધ નથી.ઉપરાંત દરેક નાની પોસ્ટ ઓફિસોમાં પણ આધાર કીટ એક્ટીવ કરીને કામગીરી કરવામાં આવતી નથી. અમારી આપને અરજ છે કે તાત્કાલિક ધોરણે બંધ આધાર કીટ એક્ટીવ કરીને કામગીરી શરુ કરાવવા અરજ છે.જેથી કરીને પોરબંદરના વિવિધ શહેર તેમજ ગામડામાંથી આવતા નાગરિકો હેરાન થતા બંધ થાય અને લોકોની સુવિધામાં વધારો થાય.અને હેરાનગતિ થતી નિવારી શકાય. તો યોગ્ય કરવા વિનંતી કરી છે
રિપોર્ટર:-વિરમભાઈ કે આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
