પૌરાણિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતા કડીયાડુંગર ખાતે શ્રી હનુમાન જયંતીની ઉજવણીને લઈ ને આજથી ચાર દિવસીય કાર્યક્મ. - At This Time

પૌરાણિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતા કડીયાડુંગર ખાતે શ્રી હનુમાન જયંતીની ઉજવણીને લઈ ને આજથી ચાર દિવસીય કાર્યક્મ.


નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ જેસપોર ગામથી પુર્વ દિક્ષામાં ૫ કિ.મી.ના અંતરે આવેલ પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો કડીયાડુંગર આવેલ છે.

જ્યાં પાંડવોએ વનવાસના સમયે અહિયા આવી વસવાટ કરેલ અને હેડબા સાથે ભીમના લગ્ન આ કડીયાડુંગર ખાતે થયા હોવાની માન્યતા છે.

અહીયા ઉદાસીન અખાડાના બ્રહ્મલીન સંત પ.પુ ગંગાદાસજી ( બાપા ) એ પોતાની કર્મ ભુમી બનાવી વર્ષો સુધી તપ આ ડુંગર પર રહીને કરી ને લોક કલ્યાણ કરતા રહ્યા હતા.

કડીયાડુંગર ખાતે મંછા માતાજી, મહાદેવ અને હનુમાનજી મંદિર આવેલા છે.

ઉદાસીન અખાડા અને બાપાના ભાવિકભકતજનો થકી દર વરસે શ્રી હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી ભકિતમય માહોલમા કરવામા આવે છે.

તા. ૯ ને ચૈત્ર સુદ બારસના રોજ સાંજના ૩ કલાકે દેહ શુદ્ધિ કાર્યક્મ, તા.૧૦ ને ચૈત્ર સુદ તેરસના રોજ વિષ્ણુ યજ્ઞ જે સવારે ૮ કલાકે શરૂ થશે અને સાંજના ૫ કલાકે પુણૉહુતિ થશે. તા.૧૧ ને ચૈત્ર સુદ ચૌદશના રોજ નવચંડી મહાયજ્ઞ સવારે ૮ કલાકે શરુ થશે અને સાંજના ૫ કલાકે પુણૉહુતિ થશે.

તા.૧૨ ને ચૈત્ર સુદ પુનમને શનિવાર ના રોજ સવારે ૭ કલાકે લધુરૂદ યજ્ઞ શરૂ થશે અને ૧૧ કલાકે પુણૉહુતિ બાદ મહા આરતી અને ત્યારબાદ મહાપ્રસાદી નો કાર્યક્મ રહેશે, હનુમાન જયંતી નિમિતે ઉદાસીન અખાડાના આયોજકો તરફ થી દશઁનો તેમજ મહાપ્રસાદીનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવેલ છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image